ધ્વનિ પ્રદૂષણ:DJથી ફેલાતા ધ્વનિ પ્રદૂષણ સામે હાઇકોર્ટમાં PIL થઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયત પ્રમાણ કરતાં વધુ ડેસિબલની રજૂઆત
  • લોકોના ઘરોમાં ધ્રુજારી આવતી હોવાની દલીલ

જાહેરમાં લગ્ન પ્રસંગે વગાડાતા ડી.જે થી ફેલાતા અવાજના પ્રદૂષણને અટકાવવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. અરજીમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે અવાજના પ્રદૂષણ અંગે બહાર પાડેલા નોટિફિકેશનને પડકારવામાં આવ્યુ છે. ડી.જે માટે નક્કી કરેલા ડેસિબલ કરતા પણ વધુ ડેસિબલથી ડી.જે વગાડવામાં આવે છે. જેના લીધે આસપાસ રહેતા લોકોના ઘરમાં ધ્રુજારી આવે છે. મેડિકલ જનરલમાં મોટા અવાજથી બહેરાશ આવતી હોવાની અને હૃદયને પણ તેની ખરાબ અસર થતી હોવાનું જણાવ્યુ છે. આ અંગે ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે જીપીસીબીને અને સરકારને નોટિસ પાઠવી છે.

જાહેરહિતની અરજીમાં એવી પણ રજુઆત કરાઇ છે કે, સુપ્રીમકોર્ટે 75 ડીસેબલ કરતા વધુના અવાજે લાઉડ સ્પીકર નહી વગાડવા આદેશ કર્યો છે. છતાં લગ્ન પ્રસંગે અને રાજકીય મેળાવડા દરમ્યાન આ માપદંડનું પાલન કરવામાં આવતું નથી. ડી.જે દ્વારા વગાડાતા ગીતો સાઇલન્ટ ઝોનનું પણ પાલન કરતા નથી. સાઇલન્ટ ઝોનમાં 50 કરતા વધુ ડેસિબલથી ડી.જે વગાડવામાં આવે છે. તેના કારણ પર્યાવરણને પણ નુકશાન થાય છે. સાઉન્ડ લીમીટ રાખવા જીપીસીબીએ માપદંડ નક્કી કર્યા છે. પણ તેનું પણ પાલન કરાવવામાં આવતુ નથી.

અન્ય સમાચારો પણ છે...