તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Photo Of A Lion In The Logo Of The Nirbhaya Safe City Project In Ahmedabad, This Logo Will Be Used For The SHE Team Of Police Working For The Protection Of Women.

નિર્ભયા પ્રોજેક્ટ:અમદાવાદના નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટના લોગોમાં સિંહણનો ફોટો, આ લોગો મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત પોલીસની SHE ટીમ માટે વપરાશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેર પોલીસે તૈયાર કરાવેલો લોગો - Divya Bhaskar
શહેર પોલીસે તૈયાર કરાવેલો લોગો
  • ગુજરાતની SHE ટીમની અલગ ઓળખ માટે સિંહણનો ચહેરો ઉપયોગમાં લેવાયો
  • આ લોગોમાં સિંહણની પાછળ એક પોલીસ ઓફિસરનો ફોટો દેખાય છે જેમાં SHE ટીમની વાત કરવામાં આવી છે

ગુજરાતમાં યુવતીઓની પજવણી તથા હેરાનગતિને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014થી 181 મહિલા અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ભોગ બનેલી મહિલાઓ ઉપરાંત ફેસબુક, ફોન તથા વોટ્સએપમાં થતી હેરાનગતિ બાબતે પણ તાત્કાલિક પગલાં લઇ કાર્યવાહી કરાતી હોય છે. તેની સાથે પોલીસ વિભાગ દ્વારા પણ મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમની રચના કરવામાં આવી છે. હવે આ બંને ઉપયોગ કરીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિર્ભયા સેફ સિટી પ્રોજેકટ માટે એક નવો લોગો NID દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

લોગોમાં બ્લુ કલરમાં SHE ટીમની વાત કરાઈ
અમદાવાદમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન(NID)ને નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અને પોલીસની SHE ટીમના સ્પેશિયલ વ્હિકલ પર લોગો અને ખાસ ઓળખ આપતા કલર શોધવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલા જ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં NID દ્વારા તૈયાર કરવામાં આવેલ આ લોગો અને સ્પેશિયલ કલર થીમને લોન્ચ કરવામાં આવી હતી. આ લોગોમાં ગુજરાતની ઓળખ એવા સિંહને બદલે સિંહણનો ચહેરો લેવામાં આવ્યો છે. લોગોમાં ખાસ પ્રકારે બ્લુ કલરમાં SHE ટીમની વાત કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ સાસણની સિંહણને પણ લોગોમાં સામેલ કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસે NID પાસે લોગો તૈયાર કરાવ્યો
અમદાવાદ શહેર પોલીસે NID પાસે લોગો તૈયાર કરાવ્યો

લોગો તૈયાર કરનાર ત્રિધા ગજ્જરની Divya Bhaskar સાથેની ખાસ વાતચીત
આ લોગો તૈયાર કરનાર NIDના કોમ્યુનિકેશન એન્ડ ડિઝાઈનના સિનિયર ફેકલ્ટી ડૉ, ત્રિધા ગજ્જરે Divya Bhaskar સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદના પોલીસ કમિશ્નરે અમને આ લોગો બનાવવા માટે એક ટાસ્ક આપ્યો હતો. કારણ કે પોલીસને નિર્ભયાના લોગો માટે એક અલગ જ ઓળખ ઉભી કરવી હતી. જેમાં તેમને SHE ટીમની ખાસ ઓળખ ઉભી કરવી હતી. જે મહિલાઓ, સિનિયર સિટિઝન અને બાળકોની રાત દિવસ કામ કરશે. આ માટે એક લોગો તૈયાર કરાવવા માટે પોલીસ વિભાગના અધિકારી NID પાસે આવ્યાં હતાં. બાદમાં અમે પોલીસ કમિશ્નર સાથે મુલાકાત કરીને આ લોગો માટેની વિગતો મેળવીને આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ કર્યું હતું.

NIDના કોમ્યુનિકેશન એન્ડ ડિઝાઈનના સિનિયર ફેકલ્ટી ડૉ, ત્રિધા ગજ્જર
NIDના કોમ્યુનિકેશન એન્ડ ડિઝાઈનના સિનિયર ફેકલ્ટી ડૉ, ત્રિધા ગજ્જર

લોગોમાં સિંહણને કેમ લેવામાં આવી?
લોગોમાં સિંહણના ચહેરાને કેમ લેવામાં આવ્યો એ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે મહિલાઓ માટે કામ કરનારા પ્રોજેક્ટ પર કામ કરવાનું હતું. તેમજ આ ટીમ ગુજરાત પોલીસની છે. એક રીતે દેશમાં અન્ય રાજ્યોમાં પણ SHE ટીમ કાર્યરત છે. જેથી ગુજરાતને ખાસ અલગ તારવવા માટે જ સિંહને રાજ્યના પ્રાણી તરીકે જોવામાં આવ્યો. બાદમાં આ ટીમ મહિલાઓ માટે કાર્યરત છે જેથી સિંહણને ધ્યાને લેવામાં આવી. કારણ કે સિંહણ જ્યારે તેના બચ્ચાઓ સાથે હોય ત્યારે એ ખૂબજ એલર્ટ હોય છે.

તે જ્યારે પોતાના બચ્ચાંઓ સાથે બેઠી હોય અને સહેજ પણ અસુરક્ષાની શંકા જાય ત્યારે જે રીતે તે ઉભી થતી હોય છે એ જ પોઝ અમે લોગોમાં લીધો છે. જે રીતે એક સિંહણ પોતાના બચ્ચાના રક્ષણ માટે એક દમ એલર્ટ હોય છે એવી જ રીતે આ she ટીમ મહિલાઓની સુરક્ષા માટે એલર્ટ રહેશે. આ માટે લોગોમાં સિંહણને પસંદ કરવામાં આવી છે. અમને આ લોગો બનાવવા માટે બે મહિનાનો સમય લાગ્યો છે. મને આ પ્રોજેક્ટ માટે હેડ બનાવવામાં આવી હતી. બાદમાં મેં મારી ટીમમાં ગ્રાફિક્સ ડિઝાઈનિંગ વિભાગના બે વિદ્યાર્થીઓ લક્ષ્મણ અને મુસ્તફાને લઈને તેની પર કામ ચાલુ કર્યું હતું.

SHE ટીમ અને અભયમની ગાડીઓ પર આ લોગોના ગ્રાફિક્સ લાગશે
હવે આગળ અમે એક એવું ગ્રાફિક્સ તૈયાર કરી રહ્યાં છીએ જે અભયમ અને SHE ટીમની ગાડીઓ ઉપર લાગશે. જેવી રીતે સંજીવની,108 અને ખિલખિલાટ સેવાની ગાડીઓ પોતાની અલગ ઓળખ મેળવે છે. તેવી જ રીતે અભયમ અને SHE ટીમની ગાડીઓ પોતાની અલગ ઓળખ ઉભી કરી શકે તે માટે તેમને અલગ ગાડીઓ ફાળવવામાં આવી છે. અભયમને બોલેરો ગાડી મળશે અને SHE ટીમને ઈનોવા ગાડી આપવામાં આવશે. આ ગાડીઓમાં અમારા ગ્રાફિક્સ લાગશે. જેથી દુરથી આવતી ગાડી જોઈને લોકોને ખબર પડે આ અભયમ અને SHE ટીમની ગાડી છે. આ ગાડીઓ દ્વારા માં બંને વિભાગમાં મહિલા અધિકારીઓ રાજ્યની મહિલાઓની સુરક્ષામાં કામે લાગશે.