તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:અમદાવાદમાં રહેતા શખ્સને તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવામાં આવી છે તેમ કહીને ક્રેડિટ કાર્ડમાંથી 29 હજાર રૂપિયા ઉપાડી લીધા

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મહિલાએ ફોન કરીને કહ્યું તમારા ફોન પર OTP આવશે તે આપશો, જેથી ફરિયાદીએ OTP આપ્યા બાદ મહિલાનો ફોન બંધ આવ્યો હતો

અમદાવાદમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડના નામે થઈ રહેલી છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે. શહેરમાં નરોડા વિસ્તારમાં રહેતાં વ્યક્તિને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવામાં આવી છે તેમ કહી અજાણ્યાં શખ્સે OTP મેળવી લીધો હતો. બાદમાં ક્રેડિટ કાર્ડમાંથી 29 હજાર રૂપિયા ઉપાડી લીધાં હતાં.આ બાબતે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ ફોન કરીને OTP મેળવી લીધો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં સ્થિત સીલ્વર રેસીડેન્સીમાં રહેતા અને ગાંધીનગરમાં એમ્બ્યુલન્સ વાનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હિંમતસિંહ સીસોદિયા (ઉ.વ.40)ને એક અજાણ્યા નંબર પરથી એક મહિલાનો ફોન આવ્યો હતો અને મહિલાએ જણાવ્યું હતું કે, હું આરબીએલ બેંકમાંથી બોલું છું તમારા કાર્ડની લિમિટ રૂ.30 હજાર વઘારવામાં આવી છે. હુ તમને એક પાસવર્ડ આપુ છુ અને તમારા મોબાઈલમાં જે OTP આવે તે મને મોકલી આપો ફોન કાપતા નહીં.

જેથી હિંમતસિંહએ ફોન કાપ્યો ન હતો અને આપી દીધો હતો. ત્યારબાદ મહિલાએ ફોન કાપી દીધો હતો. જો કે થોડા જ સમયમાં હિંમતસિંહના ક્રેડીટકાર્ડમાંથી રૂ. 29 હજાર ઉપડી ગયા હતા. જેની જાણ હિંમતસિંહને થતા તેમણે અજાણ્યા નંબર આવેલ ફોન પર પરત ફોન કરવાનો ટ્રાય કર્યો હતો. જો કે તે નંબર લાગ્યો ન હતો. જેથી પોતાના સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતા હિંમતસિંહે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો