તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન બાદ ફરીથી કોરોના:રસીના પહેલા ડોઝ પછી ફરી કોરોનાના ચેપ સાથે એક દર્દી SVPમાં દાખલ

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બીજા ડોઝ પછી જ એન્ટિબોડી ડેવલપ થતાં હોવાનું ડૉક્ટરોનું કહેવું છે
 • વેક્સિનનો એક ડોઝ લીધા પછી કોરોના ન થાય તેવું માનવું ભૂલભરેલું છે

કોરોના વેક્સિન માટે ઝૂંબેશ ચાલી રહી છે, ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ રહ્યો છે, ત્યારે વેક્સિનનો એક ડોઝ લેવાથી કોરોના ન થાય તેવુ ન માનતાં. કોરોનાની રસીનો એક ડોઝ લીધા પછી કોરોનાના ચેપ સાથેનો એક દર્દી એસવીપીમાં દાખલ થયો છે.

કોરોના વેક્સીનના પ્રથમ ડોઝ બાદ 28 દિવસે બીજો ડોઝ લેવો પડે છે. જ્યાં સુધી બીજો ડોઝ ન લેવામાં આવે ત્યાં સુધી કોરોના ન થાય તેવું કહી ન શકાય. કેમકે વેક્સિનના બીજા ડોઝ બાદ જ એન્ટિબોડી ડેવલપ થાય છે. આ સ્થિતિમાં પ્રથમ ડોઝ બાદ જો બેદરકારી રખાય તો કોરોના થઇ શકે છે. આવો એક દર્દી એસવીપી હોસ્પિટલમાં દાખલ થયો છે. જેને રસીના પ્રથમ ડોઝ બાદ થોડા દિવસમાં જ બીજી વખત કોરોના થયો હતો. કોરોના વેક્સિનના 75 ટકા કિસ્સામાં એન્ટિબોડી ડેવલપ થતી હોય છે. જ્યારે 25 ટકા કિસ્સામાં એન્ટિબોડી ડેવલપ ન થવાની પણ શક્યતા છે. જેથી રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ કોઇ વ્યક્તિ હવે પોતાને કોરોના નહીં થાય તેમ માને તો તે મોટી ભૂલ છે.

કોરોનાના નવા 59 કેસ, વધુ 1 દર્દીનું મોત
શહેરમાં શુક્રવારે કોરોનાના નવા 59 કેસ નોંધાયા હતા. જ્યારે 1 દર્દીનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. શહેરની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 59 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિલમાંથી રજા આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાઇરસના ચેપના કેસ 50થી નીચે રહ્યા પછી શુક્રવારે 50થી વધુ કેસ આવ્યા હતા.

બાકી રહેલા હેલ્થ વર્કર્સને રસી મુકવા ઝુંબેશ
કોરોનાની રસીમાં બાકી રહી ગયેલા હેલ્થ વર્કર્સને પણ આવરી લેવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ માટે અલગ અલગ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરાયા છે. ટાગોર હોલ સહિતના કેટલાક હોલમાં તૈયાર કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટરમાં મોટી સંખ્યામાં બાકી રહેલા કર્મચારીઓને વેક્સીન આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો