અમદાવાદમાં ઓમિક્રોનનો ખતરો:દુબઈથી આવેલા પેસેન્જરને પણ ઓમિક્રોનનો ચેપ લાગ્યો, કોવિડ પ્રોટોકોલ મુજબ સારવાર હેઠળ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એરપોર્ટ પર કોરોના પોઝિટિવ આવતા ઓમિક્રોન તપાસવા સેમ્પલ લેવાયા હતા

રાજ્યના વિવિધ શહેરોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે, ત્યારે અમદાવાદની સિવિલ 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરાયેલાં અને દુબઇથી અમદાવાદ આવેલાં 48 વર્ષીય પુરુષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, હાલમાં દર્દીની તબિયત સ્થિર છે, લોકોએ ઓમિક્રોનથી ડર્યા વિના સાવચેતી રાખવાની જરૂર હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવે છે.

સિવિલ હોસ્પિ.સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી અનુસાર, 1200 બેડમાં દાખલ આણંદના 48 વર્ષીય વ્યકિતનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૂળ આણંદનો આ પુરુષ ગત મંગળવારે મધરાતે દુબઈની ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો, એરપોર્ટ પર આરટીપીસીઆર પોઝિટિવ આવતાં, બુધવારે સવારે તેને સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ ગાંધીનગરની લેબમાં મોકલ્યા હતા

1200 બેડ હોસ્પિ.માં એક દર્દી દાખલ
સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દી માટે ખાસ 24 બેડનો અલગ વોર્ડ બનાવ્યો છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધકરાયો છે. આ વોર્ડમાં હાલમાં દુબઇની ફલાઇટમાં આવેલો ઓમિક્રોન પોઝિટિવ એક દર્દી દાખલ છે.

ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટ સિસ્ટમ અમલમાં
ઓમિક્રોનને ફેલાતો અટકાવવા માટે સરકારે ત્રિપલ-ટીની સિસ્ટમ અમલમાં મુકી છે. ત્રિપલ-ટી એટલે કે ‘ટેસ્ટ કરો, ટ્રેક કરો અને ટ્રીટમેન્ટ કરો’. વિદેશથી આવેલા કોઇપણ દર્દીમાં કોવિડના શંકાસ્પદ લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...