તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘૂસણખોરી:નકલી દસ્તાવેજોથી રાણીપમાં રહેતી પાકિસ્તાની મહિલા ઝડપાઈ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાયા નેપાળ થઈ મહિલાએ ઘૂસણખોરી કરી હતી

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને મળેલી માહિતીના આધારે રાણીપમાં રહેતી પાકિસ્તાની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ પાકિસ્તાની મહિલા તેના બે સંતાનો સાથે ભારતીય નાગરિક સાથે લગ્ન કરી રહેતી હતી. તેણે પોતાની ઓળખ છૂપાવવા માટે બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ તેમજ પાનકાર્ડ, આધારકાર્ડ સહિતના પુરાવા બનાવડાવ્યા હતા.

પોલીસે કેરોલ પેટ્રિક અર્નેસ્ટ નામની મહિલાની ધરપકડ કરી હતી. કેરોલનો જન્મ લાહોરમાં થયો હતો તેણે કરાંચીમાં અભ્યાસ કરી પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કર્યાં હતાં.2015માં તેણે પાકિસ્તાની પતિ થી છૂટાછેડા લીધા હતા.

ત્યારબાદ તે શાદી. ડોટ કોમના મારફતે ભારતીય નાગરિક સુજિત મેથ્યુ પુનનીલેથું સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ કેરોલ અને તેનો પતિ તેના સંતાનો સાથે માયા ન પણ થઇ ગેરકાયદે ભારતમાં લઈ આવ્યો હતો અને બંનેએ કચ્છમાં લગ્ન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...