સમસ્યા:સર્વર ધીમું પડતાં સંખ્યાબંધ વેપારી રિટર્ન ન ભરી શક્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુદત 1 દિવસ વધારાઈ પણ બેન્કોમાં રજા હતી

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના સર્વરની સમસ્યાને લીધે કરદાતા હજુ પણ મુશ્કેલીમાં છે. દિવાળીના તહેવારોમાં સર્વર ધીમું પડતાં કરદાતા જીએસટીઆર-3બી રિટર્ન ફાઈલ ન કરી શકતા મુદત એક દિવસ માટે લંબાવાઈ હતી. જો કે, બેન્કોમાં શનિવારની રજા આવી જતાં સંખ્યાબંધ વેપારી રિટર્ન ભરી શક્યા ન હતા.

દર મહિનાની 20 તારીખે વેપારીઓએ વેચેલા માલનું જીએસટીઆર-3બી રિટર્ન ફાઇલ કરે છે. પરંતુ પોર્ટલ 20 તારીખે ધીમું પડતાં રિટર્ન ફાઈ થઈ શક્યા નહોતા. વેપારી જીએસટીઆર-3બી રિટર્ન એક દિવસ પણ મોડું ભરે તો પ્રતિ દિવસનો રુ. 50 દંડ વસૂલાય છે. જ્યારે સર્વર ખોટકાવાના કારણે લાખો વેપારીઓ રિટર્ન ભરી શકયા નહોતા. વેપારીઓ છેલ્લા દિવસેે રિટર્ન ફાઇલ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...