તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીનો સાથ અમિત શાહનો સહકાર:કેન્દ્રના નવા સહકાર વિભાગના મંત્રી તરીકે ગુજરાતીને મંત્રીપદ મળ્યું, અમિત શાહ બન્યા સહકાર મંત્રી

અમદાવાદ25 દિવસ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કૉપી લિંક
આ ફાઈલ તસવીર છે - Divya Bhaskar
આ ફાઈલ તસવીર છે
  • ગુજરાતમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે 2001થી 2013 સુધી PM મોદી-શાહ કાર્યરત રહ્યા

કેન્દ્ર સરકારે મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે એક અલગ સહકાર મંત્રાલયની જાહેરાત કરી છે, ત્યારે આ મંત્રાલયમાં પણ મંત્રીપદ આપવામાં આવશે. આજના મંત્રીમંડળ વિસ્તરણમાં સહકારમંત્રી પણ બનાવવામાં આવશે, જે પદ ગુજરાતને મળ્યું છે. અમિત શાહને સહકાર મંત્રી બનાવ્યા છે, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને સહકારી ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને ગુજરાતનું સહકારી માળખું દેશમાં મોડલરૂપ બનાવ્યું છે.

આ સહકારી આગેવાનોમાંથી કોઈ એકને મંત્રીપદ મળી શકે
સહકાર મંત્રી બનવાની રેસમાં પરષોત્તમ રૂપાલા, ઘનશ્યામ અમીન, અજય હરિભાઈ પટેલ, નરહરિ અમીન, શંકર ચૌધરી, દિલીપ સંઘાણી તથા જ્યોતિન્દ્ર મહેતા હતા. પરંતુ હવે આ પદ અમિત શાહને આપવામાં આવ્યું છે.

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર.
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર.

ગુજરાતમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે મોદી-શાહ કાર્યરત રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ થાય એ માટે 2001થી 2013 સુધી સતત કામ કરતા હતા. ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ એક સમયે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર હતા. આ ઉપરાંત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેનપદે પણ અમિત શાહ રહી ચૂક્યા હતા. હાલમાં ગુજરાતની 90 ટકા સહકારી બેંકોમાં અમિત શાહે ગોઠવેલા માળખા પ્રમાણેની વ્યક્તિઓ હોદ્દાઓ સંભાળી રહી છે, એટલે એમ કહી શકાય કે ગુજરાતના સહકારી માળખાને દેશમાં મોડલ બનાવવા માટે અમિત શાહ કિંગમેકર રહ્યા હતા.

ગુજરાત ભાજપ સંગઠનમાં પણ સહકારી સેલ કાર્યરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે 2001માં આવ્યા બાદ તેમણે રાજ્યનું સહકારી માળખું વ્યવસ્થિત કરવા માટે વર્ષોથી સહકારી બેંકો અને મંડળીઓમાં કબજો જમાવીને બેઠેલા કોંગ્રેસ સમર્થિત આગેવાનોને હટાવીને ભાજપ સમર્થિત વ્યક્તિઓને ઉચ્ચ હોદ્દાઓ પર બેસાડ્યા હતા. ગુજરાત ભાજપ સંગઠનમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી સહકારી ક્ષેત્રના વિકાસ માટે એક અલગ સહકાર સેલ પણ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે નવા સહકાર વિભાગની જાહેરાત કરી એ જ દિવસે ગુજરાત ભાજપે પણ સહકાર સેલના સંયોજક તરીકે બિપિન પટેલ (ગોતા)ની નિમણૂક કરવામાં આવી હતી. બિપિન પટેલ વર્ષોથી અમિત શાહ જૂથમાં સહકારી આગેવાન તરીકે કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...