વિકાસના કામો:ચિયાડા ગામમાં નવા પંચાયત ઘર,સ્ટ્રીટ લાઇટના કામો થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાંથી માત્ર એક જ ચિયાડાના સરપંચને દિલ્હી ખાતે લઇ જવાયા હતા

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ચિયાડ ગામમાં નવા પંચાયત ઘર સહિત સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરાશે. લોકોને પીવાના પાણીની પાઇપ લાઇનનું કામ પણ ચાલે છે. સરપંચ દ્વારા વિકાસના કામો હાથ ધરાય છે. તાજેતરમાં યોજાયેલા ગ્રામ પંચાયતના કાર્યક્રમમાં જિલ્લામાંથી માત્ર એક જ ચિયાડગામના સરપંચને દિલ્હી ખાતે લઇ જવાયા હતાં.

જિલ્લા પંચાયતમાં ઉપસ્થિત ચિયાડા ગામના વર્તમાન સરપંચ ભરત રામાભાઇ ભરવાડે કહ્યું કે, પીવાના પાણીની પાઇપ લાઇનનું કામ હાથ ધરાયું છે. પેવર બ્લોકનું કામ શરૂ થશે. આ ઉપરાંત ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇનનું કામ શરૂ થઇ જશે. નવા બોર તથા પાણીની ટાંકી, વરસાદી પાણીના નિકાલ અને સીસીટીવી કેમેરાની પણ સુવિધા હાથ ધરાશે.

સરપંચ ભરત ભરવાડે કહ્યું કે, ગામમાં વધુ સુવિધા ઊભી થાય તે માટે પૂરતી ગ્રાન્ટનું આયોજન કરાયું છે. સમગ્ર ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા થાય તે માટે આગામી વર્ષોમાં આયોજન કરી દેવાશે. પાણીની સમસ્યાને દૂર કરવા પાણીની મોટરની ખરીદી કરાઇ છે. પરંતુ કાયમી ઉકેલ માટે નવા બોર બનાવીને વધુ સુવિધા ઊભી કરાશે.

અન્ય સમાચારો પણ છે...