તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરાની પજવણી:અમદાવાદમાં પાડોશી યુવકે ઘરમાં ઘુસી સગીરા સાથે અડપલાં કર્યા, પરિવારજનોએ રંગેહાથ ઝડપી લીધો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આરોપી યુવક અઢી વર્ષથી સગીરાને હેરાન પરેશાન કરતો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શારીરિક અડપલાં કરનાર યુવકની નિકોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપી સંજય(નામ બદલ્યું છે) ઘરમાં ઘૂસી સગીરાની છેડતી કરતો હતો, ત્યારે સગીરાના પરિવારજનો આવી જતા તેને ઝડપી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો. નિકોલ પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આબરુના ડરે સગીરા કોઈને જાણ ન કરતી
નિકોલ રિંગ રોડ પર આવેલા એક આવાસ યોજનાના મકાનમાં સગીરા તેના પરિવાર સાથે રહે છે. સગીરા રહે છે ત્યાં આવેલા બીજા બ્લોકના મકાનમાં 28 વર્ષીય યુવક પણ રહે છે. સગીરા જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે યુવક તેને હેરાન પરેશાન કરતો હતો. તેની છેડતી કરતો હતો. પરંતુ આબરુ જવાના ડરથી સગીરા કોઈને જાણ કરતી ન હતી.

અડપલાં કરતો હતો ત્યાં જ સગીરાના પરિવારનો આવી પહોંચ્યા
આરોપી યુવક છેલ્લા અઢી વર્ષથી સગીરાને આ રીતે હેરાન પરેશાન કરતો હતો. સગીરા હોવા છતાં યુવક હેરાન પરેશાન કરી અને બે દિવસ પહેલા ઘરમાં ઘુસી ગયો હતો. સગીરા સાથે શારીરિક અડપલાં કરતો હતો. દરમિયાનમાં પરિવારજનો આવી જતાં તેને પકડી લીધો હતો. નિકોલ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.