તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી:અમદાવાદમાં મંદ બુદ્ધિની બાળકી સાથે પડોશીએ અડપલાં કર્યા, બાળકીએ ઈશારાથી માતાને કહેતા મામલો સામે આવ્યો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સાબરમતીના સધીમાતા મંદિર વિસ્તારમાં મંદબુદ્ધિની કિશોરીની એકલતાનો લાભ લઇ થોડા દિવસ અગાઉ એક શખ્સે શારીરિક અડપલાં કર્યાં હતા. કિશોરી હેવાનની પકડમાંથી છૂટી માતા પાસે પહોંચી અને બનેલી ઘટના અંગે પોતાની ભાષામાં માતાને જાણ કરી હતી. માતાએ આરોપીને ઠપકો આપ્યો હતો. આ ઘટના બાદ આરોપીએ અને તેના ભાઈએ કિશોરીના ઘરે જઈ પરિવારને જાનથી મારવાની અને કિશોરી પર રેપ કરવાની ધમકી આપી હતી. બનાવ અંગે સાબરમતી પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાળકીને પાછળથી આવી બાથ ભીડી દીધી
સાબરમતી વિસ્તારમાં પાર્લર ચલાવતા વ્યક્તિની 13 વર્ષની પુત્રી મંદબુદ્ધિ બાળકોની સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. ગત 12મી નવેમ્બર પત્ની બાળકી તેના ઘરે એકલી હતી, તે સમયે પડોશમાં રહેતાં પ્રકાશ ઉર્ફ ચીચુએ બાળકીને પાછળથી આવી બાથ ભીડી દીધી હતી. બાળકી બૂમો પાડતી દોડીને તેની માતા પાસે પહોંચી હતી. માતાને પોતાની ભાષામાં તેની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી. પ્રકાશ ઉર્ફ ચીચુને પીડિતાની માતાએ ઠપકો આપી ફરી આવું ન કરવા જણાવ્યું હતું.

આરોપીએ ધમકી આપી કે, તમારી દીકરી પર અમે રેપ કરીશું અને જાનથી મારી નાંખીશું
આ દરમિયાન ગત રવિવારે પ્રકાશ અને તેનો ભાઈ દિનેશ બન્ને કિશોરભાઈના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ અપશબ્દો બોલી કિશોરભાઈને ધમકી આપી હતી કે, ફરી તમે આક્ષેપ કરશો તમારી દીકરી પર અમે રેપ કરીશું અને જાનથી મારી નાંખીશું. આ બનાવ અંગે સાબરમતી પોલીસે પ્રકાશ ઉર્ફ ચીચુ અને દિનેશ વિરુદ્ધ પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુનો નોંધ્યો હતો. જ્યારે પ્રકાશની ફરિયાદ આધારે બાળકીના પિતા સહિતના લોકો વિરુદ્ધ માર માર્યાનો ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો