• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • a muslim family feed a hindu during fast, a hindu donated blood on the eve of eid and saved the life of a muslim child

અમદાવાદ / એક મુસ્લિમ પરિવારે MPમાં હિન્દુનો ઉપવાસ ખોલાવ્યો, હિન્દુએ ઈદના આગલા દિવસે લોહી આપી મુસ્લિમ બાળકનો જીવ બચાવ્યો

X

  • એમ્બ્યુલન્સ ડ્રાઈવર જયેશ ભાવસારે મુસ્લિમ બાળકનો જીવ બચાવવા લોહી આપ્યું
  • લોહી આપનારા જયેશ ભાવસાર અસારવા વોર્ડમાં ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે

ચેતન પુરોહિત

ચેતન પુરોહિત

May 24, 2020, 07:17 AM IST

અમદાવાદ. ઉપરવાળાએ જ્યારે દુનિયા બનાવી ત્યારે માણસ માણસ વચ્ચે ભેદ રાખ્યો નહોતો. પરંતુ દુનિયમાં આવ્યા બાદ લોકોએ પોતાના સમાજના અને ધર્મના વાડા ઉભા કર્યાં. જો કે આમ છતાં આજે પણ કેટલાક લોકોમાં પ્રેમ અને કરુણા જોવા મળે છે. તેમાં પણ મહામારી કોરોના સામે સમગ્ર માનવજાત એક થઈ લડી રહી છે.શહેરમાં એક આવો જ માનવીય કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન થવાના બે દિવસ પહેલા બીમાર બાળકને મધ્ય પ્રદેશ મુકવા ગયેલા એમ્બ્યુલન્સના  હિન્દુ ડ્રાઈવરને મુસ્લિમ પરિવારે ઘરમાં જમવાનું બનાવીને ઉપવાસ ખોલાવ્યો હતો. આ મુસ્લિમ પરિવારના બાળકને આજે ઓપરેશન માટે અમદાવાદ લાવવવામાં આવતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરે લોહી આપી બાળકનો જીવ બચાવ્યો છે.

શનિવારના ઉપવાસમાં મુસ્લિમ પરિવારની ઘરે મધ્યપ્રદેશમાં જમ્યા
અમદાવાદના અસારવામાં રહેતા અને એમબ્યુલન્સ ચલાવતા જયેશ ભાવસારે જણાવ્યું કે, લોકડાઉન થવાના 2 દિવસ પહેલા મધ્યપ્રદેશના મુસ્લિમ પરિવારના બે દિવસના બાળક મહમ્મદ હુસૈનને હૃદયમાં વાલ્વની સમસ્યા હતી. તેઓ સિવિલની યુ.એન.મહેતા હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવવા માટે આવ્યા હતા. પરંતુ તે સમયે ડોક્ટરે કહ્યું કે હવે બાળકને એક મહિના પછી લાવજો અને પછી તેનું ઓપરેશન કરવું પડશે. ત્યારબાદ તેમને અમદાવાદથી મધ્યપ્રદેશ જવું હતું અને તેમણે એમ્બ્યુલન્સ ભાડે કરી મને બોલાવ્યો હતો. હું તેમને બાળક સાથે મધ્યપ્રદેશ મુકવા ગયો હતો પણ ત્યારે મોડી રાત થઈ ગઇ હોવાથી બાળકના પિતા મલિક હુસૈનભાઈએ મને કહ્યું કે તમે જમી લો પણ મારે શનિવારનો ઉપવાસ હતો. જેથી પરિવારે મારા માટે ઘરે જમવાનું બનાવ્યું અને ઉપવાસમાં તેમના ઘરે જમ્યો હતો.

બાળકની તબિયત બગડી હોવાના સમાચાર મળતા જ જયેશ ભાવસાર લોહી દેવા દોડી ગયા
ત્યાર બાદ આ પરિવારને છોડીને નીકળતા એવું લાગ્યુ કે આ પરિવાર સાથે એક લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે. મેં નીકળતે વખતે કહ્યું કે કંઈ પણ કામ હોય તો મને કહેજો. ત્યાર બાદના બે દિવસમાં જ બે મહિનાનું લોકડાઉન થઈ ગયું અને હું પણ કામે લાગી ગયો હતો.ગઈકાલે મલિક હુસૈનભાઈનો મને ફોન આવ્યો અને કહ્યું મારા દીકરા મહમ્મદ હુસૈનની તબિયત ખરાબ થઈ ગઈ છે, તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને અમારે ઓપરેશન માટે લોહીની જરૂર છે. મને તુંરત હુસૈન નજર સામે દેખાવા લાગ્યો અને પળનો વિચાર કર્યા વિના જ ત્યાં પહોંચી ગયો હતો. આ સમયે મહમ્મદ હુસૈનના ઓપરેશનની તૈયારી ચાલી રહી હતી અને હું તેના માટે લોહી આપવા લાગ્યો. આજે હુસૈનનું ઓપરેશન થઈ ગયું છે અને તેની તબિયત હવે સારી છે. હું આ કામ કરીને ખૂબ ખુશ છું.હું અગાઉ અસારવા વોર્ડમાં ભાજપનો પ્રમુખ પણ રહી ચુક્યો છું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી