• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Mother daughter Duo In Ahmedabad Have Been Playing Garba Together For The Past 12 Years In Surbhi Group, And People Are Mesmerized By The Sight Of Both.

ગ્રુપ ઓફ ધ ડે:અમદાવાદમાં માં-દીકરી સુરભી ગ્રુપમાં છેલ્લા 12 વર્ષથી સાથે ગરબા રમે છે, બંનેને જોઈ લોકો મંત્રમુગ્ધ થાય છે

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદમાં નવરાત્રીમાં ગરબા રમવા અનેક ગરબા રસિયાઓ પાર્ટીપ્લોટ અને ક્લબમાં જઈ રહ્યા છે.ત્યારે આ ખેલૈયાઓમાં મોટા ભાગે મિત્ર વર્તુળ જ વધુ જોવા મળતું હોય છે ત્યારે અમદાવાદમાં એક માં દીકરી ગ્રુપમાં ગરબા રમવા સાથે જાય છે અને પાર્ટનરની જેમ 12 વર્ષથી સાથે ગરબા રમે છે.આ માં દીકરી જોડી કાયમ બનાવી રાખવા ઈચ્છે છે. રિવરફ્રન્ટ પર આયોજિત અમદાવાદના ગરબામાં સુરભી ગ્રુપના અનેક સભ્યો ગરબા રમવા આવી રહ્યા છે.

ગરબા રમતા માં દીકરીની ઉંમરમાં તફાવત દેખાતો નથી
આ ગ્રુપમાં એક માં અને દીકરી પણ છે જે સાથે જ ગરબા શીખે છે અને દર વર્ષે સાથે ગરબા રમવા જાય છે.આ માં દીકરીએ છેલ્લા 12 વર્ષથી સાથે ગરબા રમવાની પરંપરા જાળવી રાખી છે.માતા ભૂમિબેનની ઉંમર 43 વર્ષની આસપાસ હોવા છતાં 23 વર્ષની દીકરી શુભાંગી સાથે એક સાહેલીની જેમ જ ગરબા રમવા સાથે જાય છે. બંને માં દીકરી સાથે જ તૈયાર થઈને સાથે ગરબા રમવા નીકળે છે.ગરબા રમતા સમયે માં દીકરીની ઉંમરમાં તફાવત દેખાતો નથી.

ગરબા રમવાનું તો મારી મમ્મી સાથે જ ફાવે
ભૂમિકાબેન 43 વર્ષના હોવા છતાં એક યુવતીની જેમ જ જુસ્સા સાથે પોતાની દીકરી સાથે ગરબા રમે છે.તેમની નાની દીકરી 10 વર્ષની છે તેની સાથે પણ તેઓ આ જ રીતે ગરબા રમે છે.ગરબાને શોખ બનાવી દીધો હોવાથી ગરબા રમતા તેમને થાક પણ લાગતો નથી.માં દીકરી બંને તેમની જોડી હંમેશા આ રીતે જ રાખવા ઈચ્છે છે. શુભાગીએ જણાવ્યું હતું કે મારા ફ્રેન્ડ ઘણા છે પરંતુ મને ગરબા રમવાનું તો મારી મમ્મી સાથે જ ફાવે છે.મને જ્યારથી ગરબ રમતા અવડ્યા ત્યારથી મમ્મી સાથે જ ગરબા રમું છું.

લગ્ન બાદ પણ મમ્મી સાથેનું બોન્ડિંગ જાળવી રાખીશ
હજુ મારા લગ્ન થયા નથી પરંતુ લગ્ન બાદ પણ મમ્મી સાથેનું બોન્ડિંગ રાખીને ગરબા રમવા સાથે જ જઈશું. ભૂમિબેને જણાવ્યું હતું કે હું પહેલા શેરી ગરબા જ રમતી હતી પરંતુ જ્યારથી દીકરીને ગરબા આવડ્યા અને તે બહાર ગરબા રમવા જવાનું કહેવા લાગી ત્યારથી જ શુભાંગી સાથે હું ગરબા રમવા જઉ છું.અમે બંને સાથે જઈએ તો કોઈ બે બહેનો જ સમજે છે.મારે હજુ નાની દીકરી છે તેને સાથે રાખીને અમે ત્રણનું અલગ ગ્રૂપ બનાવીને ભવિષ્યમાં આ રીતે જ ગરબા રમીશું..

અન્ય સમાચારો પણ છે...