તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સોલામાં 10 લોકોને બચકાં ભરનાર વાંદરો પાંજરે પુરાયો, અઠવાડિયાથી ભારે આતંક મચાવ્યો હતો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોલામાં છેલ્લા એક અઠવાડિયાથી એક વાંદરાંએ આતંક મચાવી મૂક્યો હતો. અઠવાડિયા દરમિયાન 10 લોકો તેનો ભોગ બન્યા હતા, જેથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. બચકા ભરી લેતા વાંદરાને પાંજરે પૂરવા માટે સ્થાનિક કાર્યકર રોહિત પટેલે વન વિભાગને જાણ કરતા વનવિભાગે વાંદરાને પાંજરે પૂર્યો હતો.

રસ્તા પરથી પગપાળા કે વાહન પર પસાર થઇ રહેલા લોકોને નિશાન બનાવતા વાંદરાંએ 7 દિવસમાં 10 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. તે પૈકી એક 3 મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાંદરાના ડરથી લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે તેમ જ બાળકોને પણ સ્કૂલે મોકલતા લોકો ફફડી રહ્યા છે. સોલાના સર્વાનદ સોસાયટીમાં રહેતા મંગુબહેનેે પ્રજાપતિ, રવિરાજ સોસાયટીમાં રહેતા શશીબહેન અને સુંદર બંગ્લોઝમાં રહેતા સીમાબહેનને વાંદારાએ બચકાં ભરી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા.

આ અંગે સ્થાનિક કાર્યકર રોહિત પટેલે કોર્પોરેશનને જાણ કરતા કોર્પોરેશનની ટીમ બે વખત આવી હતી, પરંતુ વાંદરો પકડાયો ન હતો. અંતે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી કર્મચારીઓ દ્વારા વાંદરાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. વન વિભાગની ટીમે વાનરને ચાલાકીથી પાંજરે પૂરીને લઇ ગયા હતા. આમ અનેક લોકોને ઇજાગ્રસ્ત કરનાર વાનરને વન વિભાગની ટીમ પકડી લેતા સ્થાનિકોને રાહત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...