તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની રેડ:ઘાટલોડિયામાં દુકાનમાંથી દારૂની ડિલિવરી કરતો સગીર ઝડપાયો, 178 બોટલ જપ્ત

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘાટલોડિયાની ઘટનામાં બુટલેગર ભાગી છૂટ્યો
 • બંધ દુકાનમાંથી વારેવારે થેલામાં કંઈક લઈને જતા શંકા ગઈ

દુકાનમાંથી દારૂની છૂટીછવાઈ બોટલોની ગ્રાહકોને ડિલિવરી કરવા જતા કિશોરને પોલીસે ઝડપી લઈ, તેની પૂછપરછ બાદ પોલીસે દુકાનમાંથી દારૂની 178 બોટલો કબજે કરી હતી.

ઘાટલોડિયા કર્મચારીનગર પાસેના અર્જુન ગ્રેસ ફલેટના ગ્રાઉન્ડ ફલોરની એક દુકાન આખો દિવસ બંધ રહેતી હતી. પરંતુ કિશોર અવાર નવાર દુકાનમાં આવતો અને થેલામાં કંઈક લઈને બહાર નીકળતો હતો. સ્થાનિકો અને વેપારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી.

ઘાટલોડિયા પોલીસે વોચ ગોઠવી હતી. બુધવારે રાતે 11.45 વાગ્યે એક કિશોર આવી, દુકાન ખોલી અને થોડી જ વારમાં થેલી લઈને બહાર નીકળતાં પોલીસે તેને ઝડપી લઈ થેલી ચેક કરતાં દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કિશોરની પૂછપરછ કરતાં તે 17 વર્ષનો અને મૂળ રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું. કિશોર બાપુનગરની દુકાનમાં નોકરી કરતો હતો. જીતેન્દ્ર દારૂનો ધંધો કરતો હતો અને દુકાનમાં દારૂની બોટલો મુકી રાખતો હતો. ગ્રાહક દારૂની બોટલ લેવા આવે એટલે તે કિશોરને ફોન પર સૂચના આપતો, તે પ્રમાણે કિશોર ગ્રાહકને દારૂની બોટલ પહોંચાડી પૈસા લાવતો હતો.પોલીસે કિશોરની ધરપકડ કરી દુકાનમાંથી 178 દારૂની બોટલ જપ્ત કરી હતી. જ્યારે જીતેન્દ્ર કલાલ હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો