સગીરા પર સગીરે દુષ્કર્મ આચર્યું:અમદાવાદના વાસણામાં સગીરા પર સગીરે દુષ્કર્મ આચર્યું સગીરાએ બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાસણામાં 17 વર્ષીય સગીરા પર 17 વર્ષીય સગીરે દુષ્કર્મ ગુજારીને કોઈને જાણ ન કરવા માટે ધમકી આપી હતી. જો કે થોડા મહિના પછી સગીરાની તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી ત્યારે તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. જેથી તેના બ્લોકમાં રહેતા સગીરે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાસણામાં 17 વર્ષીય સગીરા માતા-પિતા સાથે રહે છે. માતા-પિતા લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા સગીરાની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન સામે આવ્યું કે સગીરા ગર્ભવતી હતી અને તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો.

આ મામલે સગીરાના માતા-પિતાએ સગીરાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ‘હું થોડા મહિના પહેલા ઘરે જઈ રહી હતી ત્યારે આપણા બ્લોકમાં રહેતો 17 વર્ષીય સગીર તેને રોકીને તેના ઘરે લઈ ગયો અને બાદમાં તેણે બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પછી તેણે આ અંગે કોઈને પણ જાણ ન કરવા માટે ધાક ધમકી પણ આપી હતી. તેની ધમકીની ડરી ગયેલી સગીરાએ આ મામલે કોઈને જાણ કરી ન હતી. સગીરાની આપવીતી જાણ્યા બાદ માતા-પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...