દુર્ઘટના:નિકોલમાં દર્શન કરવા ગયેલી આધેડ વયની વ્યક્તિનું કારની ટક્કરથી મોત

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પૂનમ હોવાથી મિત્ર સાથે ચાલતા દર્શન કરવા ગયા હતા

પૂનમ હોવાથી આધેડ વયના વ્યક્તિ તેમના મિત્ર સાથે નિકોલમાં આવેલા ગુરુકુળ ખાતે ચાલતા દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન નિકોલ ગામ રોડ પર આવેલી સુરભી રેસિડેન્સીના ગેટ પાસે બેકાબૂ બનેલી કારના ચાલકે આધેડ વડની વ્યક્તિને અડફેટે લીધા હતા, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. કાર ચાલકની કાર ડિવાઈડરને ટકરાઈ હોવાથી કારચાલક કારને ત્યાં મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઠક્કરબાપાનગરમાં રહેતા ધાર્મિક સતાસિયા ઘરે હાજર હતા, ત્યારે તેમના મોટા બાપાના પાડોશીનો ફોન આવ્યો હતો કે, તમારા મોટા બાપા રમેશભાઈ અને તેમના મિત્ર મનસુખભાઈ પૂનમ હોવાથી ઘરેથી ચાલતા નિકોલના ગુરુકુળ ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન નિકોલ ગામ રોડ સુરભી રેસિડેન્સી ગેટ નજીક પહોંચ્યા હતા ત્યારે પૂરઝડપે આવતી કારે રમેશભાઈને પાછળથી ટક્કર મારી હતી. કારની ટક્કરથી રમેશભાઈ હવામાં ફંગોળાઈને જમીને પટકાઈ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

જ્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત કરી કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે મિત્ર મનસુખભાઈએ રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. આથી ધાર્મિકભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ધાર્મિકભાઈએ આઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરાર કારચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...