ચોરી:ઓઢવમાં બેન્કમાં જતા આધેડને રોકી રૂ.40 હજારની લૂંટ, કોઈ જાણભેદુનો હોવાની આશંકા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓઢવમાં ઓફીસના પૈસા બેંકમાં ભરવા જઈ રહેલા વૃદ્ધને રોકીને કાકા કાલે તમે મારી સાથે ઝઘડો કેમ કર્યો હતો તેમ કહીને ખિસ્સામાંથી રૂ.40 હજાર ઝુંટવીને એક શખ્સ એક્ટિવા પર ફરાર થઈ ગયો હતો. આ અંગે વૃદ્ધ કીરીટકુમાર પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.  કીરીટકુમાર પટેલ બેંકમાં પૈસા ભરવા માટે જતા હોવાની જાણ તેમના શેઠ સિવાય અન્ય કોઈને નહતી. તો પછી તેમને અજાણ્યા શખસે રોકી ખિસ્સામાં હાથ નાંખી પૈસા કેમ કાઢી લીધા તે બાબત શંકા ઉપજાવે છે. આ કામમાં કોઈ જાણભેદુનો હોવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...