તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જમીનની દલાલી માટે યુપીના બે શખસોએ આધેડનું અપહરણ કર્યું; વતનની જમીન વેચવાની ના પડતા અપહરણ કર્યાનો આક્ષેપ

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

જમીન વેચાણની દલાલી માટે ઉત્તર પ્રદેશના બે શખ્સોએ અમદાવાદના ગોમતીપુરમાં રહેતા એક આધેડનું અપહરણ કરીને લઈ ગયા હોવાની ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે અપહરણ સહીતનો ગુનો દાખલ કરી બંને આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

મુળ ઉત્તરપ્રદેશના અને હાલ ગોમતીપુરના રોયલ રો હાઉસમાં રહેતા ફિરદોશબીબીના પતિ મોહમદ ઈલિયાસ અંસારીને છેલ્લા ત્રણ વર્ષથી પેરાલિસિસ છે. તેમને ત્રણ ભાઈઓ છે. જોકે ફિરદોશબીબીના સસરાની વતનમાં ચાર વિઘા જમીનને ચાર હિસ્સામાં વહેંચણી કરવામાં આવી હોવાથી તેમના પતિના ભાગે એક વિઘો જમીન આવી હતી. તેમના જેઠ મોહમદ ઈદરીશ અને દિયર અનિસભાઈએ તેમની જમીન વેચી દીધી હતી અને ફિરદોશબીબીને પણ જમીન વેચવાનું કહેતા હતા. જોકે ફિરદોશબીબીએ જમીન વેચવાની ના પાડી હતી.

દરમિયાન રવિવારે ફિરદોશબીબીને કાસીમભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,તમારા પતિને રફીક અહેમદ ઉર્ફે ટિપીલ તથા નેહાલુદ્દિન ઉર્ફે નેહાલ સમીમુદ્દિન વારસી અમદાવાદ આવીને તમારા વતન લઈને ગયા છે. ત્યારબાદ ફિરદોશબીબીએ તપાસ કરતા તેમના પતિ ક્યાંય મળ્યા ન હતા. જેથી ફિરદોશબીબી અને તેમનો દિકરો ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે નેહાલુદ્દિન અને રફીક અહેમદ જમીન વેચાણ અંગે દલાલીના પૈસા મળી રહે તે માટે પતિ મોહમદ ઈલિયાસ અંસારીનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે અપહરણ સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો