પકવાન ઓવર બ્રિજના છેેડે રિક્ષાની અડફેટે આવેલા એક્ટિવા ચાલક આધેડનું મોત, જ્યારે સેટેલાઈટ ગુલમહોર મોલ પાસેથી બાઈક ઉપરથી પડી જતા એક યુવાનનું મોત નિપજયું હતુ.
ન્યૂ રાણીપ સાનિધ્ય ફલોરામાં રહેતા યોગેશકુમાર કડિયા(52) મકરબા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. 3 જૂને યોગેશકુમાર એક્ટિવા લઈને નોકરી ગયા હતા, પરંતુ તેઓ ઘરે પરત પ ન પહોંચતા પરિવાજનોએ તપાસ કરતા ખબર પડી કે પકવાન ઓવર બ્રિજના છેડે રિક્ષા ચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું. પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી સીસીટીવીના આધારે રિક્ષા ચાલકની શોધ હાથ ધરી છે.
બીજી એક ઘટનામાં ઈસ્કોન મંદિર સામે ફૂટપાથ ઉપર રહેતા અમરસ સરકાર (48) 27 મે એ બોપલથી એક બાઈક ચાલક પાસે લિફ્ટ માગી હતી. ઈસ્કોન ગુલમહોર પાર્ક મોલ નજીકથી બાઈક ચાલકે બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા અમરસ બાઈક પરથી પડી ગયો હતો. જેથી બાઈકચાલક ત્યાંથી ભાગી ગયો હતો. અમરસને ગંભીર ઈજા થતા 108માં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક જૂને અમરસનું સારવાર બાદ મોત નિપજયું હતુ. આ અંગે એન ટ્રાફિક પોલીસે નાસી છૂટેલા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.