તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુંબેશ સામે વિરોધ:સ્ટેન્ડિંગના એક સભ્યનો પ્રશ્ન જુહાપુરામાં કેમ સીલિંગ નહીં?

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોક્કસ વિસ્તારોમાં ચાલતી ઝુંબેશ સામે વિરોધ
  • અહીં બીયુ વગરની અનેક બિલ્ડિંગ હોવાનો દાવો

શહેરમાં ચાલી રહેલી સીલિંગ ઝુબેશ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કોરોનામાં માંડ ઉભા થઇ રહેલા એકમો સામે ફરી સીલિંગ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યએ અધિકારીને પ્રશ્ન પૂછ્યો હતો કે, સીલિંગ ઝુંબેશ કેમ ચોક્કસ વિસ્તારમાં જ ચાલે છે, તમે જુહાપુરાની ટી.પી. 85માં કેમ સીલિંગ નથી કરતા?

અધિકારીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, અચાનક સીલિંગ ઝુંબેશ કેમ હાથ ધરાઇ છે? અધિકારીઓએ સ્ટેન્ડિંગ ચેરમેનને એવો જવાબ આપ્યો હતોકે, હાઇકોર્ટના આદેશને પગલે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કમિટીના એક સભ્યે તંત્રને વેધક પ્રશ્ન પૂછ્યો હતો કે, જુહાપુરામાં બીયુ પરમિશન વગર અનેક બિલ્ડિંગો છે. આમ ચોક્કસ વિસ્તારમાં જ કરવામાં આવતી સીલિંગ ઝુંબેશ બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

આ સુનાવણી દરમ્યાન જ કમિશનરના ઓનલાઇન જવાબમાં ઓડિયા બગડવાને કારણે યોગ્ય નહીં સંભળાતા ચેરમેને એવું પણ કહ્યું કે, હવે ઓનલાઇન જો સિસ્ટમ યોગ્ય ન હોય તો પછી ઓફ લાઇનમાં હાજર થઇને જવાબ આપવા જોઇએ.

આ ઉપરાંત આગામી ચોમાસાને ધ્યાને લઇને પણ રસ્તાઓના કામ યોગ્ય કરવા તથા પેચવર્ક ખૂબ જ ઝડપથી કરવા માટે સૂચના આપવામાં આવી છે. કોરોનાને કારણે અનેક રસ્તાઓ પર પેચવર્ક સહિતની કામગીરી બાકી છે.

અન્ય સમાચારો પણ છે...