• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Member Of A Gang Who Did Not Give Money To Traders For Grain Was Caught, And Sesame And Chickpeas Were Ordered From Traders In Bengaluru.

છેતરપિંડી:અનાજ મગાવી વેપારીઓને પૈસા ન આપતી ગેંગનો સભ્ય ઝડપાયો, બેંગલુરુથી વેપારીઓ પાસે તલ અને ચણા મગાવ્યા હતા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી અરુણ પેરીસુદી - Divya Bhaskar
આરોપી અરુણ પેરીસુદી
  • વેપારી પાસેથી રૂ.23 લાખના ચણા મંગાવી ઠગાઈ કર્યાંની ફરિયાદમાં સોલા પોલીસ આરોપીને બેંગલુરુથી લઈ આવી

અનાજના વેપારીઓ પાસેથી તલ, ચણા સહિતની ચીજ-વસ્તુઓ મગાવી બેંગલુરુમાં ડિલિવરી મેળવી લઈ આરટીજીએસથી પૈસા ચૂકવવાનું કહીને છેતરપિંડી આચરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર અરુણ પેરીસુદી પી.ને સોલા પોલીસ બેંગલોરથી પકડી લાવી છે. અરુણ અને તેની ગેંગના સભ્યો વિરુદ્ધ હાલમાં સોલામાં રૂ. 23 લાખ અને વાડજમાં રૂ.18 લાખની છેતરપિંડીની 2 ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ ગુજરાતભરના વેપારીઓનો કરોડો રૂપિયાનો ફાંદો કર્યો હોવાની શંકા પોલીસે નકારી નથી.

ચાંદલોડિયા શ્રીદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા વનરાજસિંહ ગણપતસિંહ રાઠોડ એગ્રિકલ્ચર પ્રોડકટર લે-વેચનું કામ કરે છે. 2 ઓગસ્ટે તેમના વોટસએપ ઉપર આદિનાથ ટ્રેડિંગ કંપનીનું વિઝિટીંગ કાર્ડ આવ્યું હતું, જેમાં મોકલનારે પોતાનું નામ અરુણ પેરીસુદી.પી. અને બેંગલોરમાં રહેતા હોવાનું જણાવ્યું હતુ. તેણે વનરાજસિંહ સાથે ચણા ખરીદવાની વાત કરીને ભાવ - તાલ નક્કી કરીને રૂ. 23 લાખની કિંમતના 40 હજાર કિલો ચણા મંગાવ્યા હતા.

આ ટલો મોટો ઓર્ડર હોવાથી વનરાજસિંહ કંપનીની ખરાઈ કરવા વનરાજસિંહ બેંગલુરુ ગયા હતા. ત્યાં કંપનીની ઓફિસ અને ગોડાઉન પણ હતા. જેથી વિશ્વાસ પડતા વનરાજસિંહે બે ટ્રકમાં ચણા મોકલ્યા હતા. જ્યારે અરુણે માલ મળી ગયાની સાથે જ પેમેન્ટ આપી દેવા કહ્યું હતુ. જો કે માલ મળી ગયા પછી અરુણે બીજા દિવસે આરટીજીએસથી પેમેન્ટ આપી દેવા કહ્યું હતું.

પરંતુ બીજા દિવસે પેમેન્ટ નહીં આવતા ઉઘરાણી કરતા અરુણે કુરીયરમાં 2 ચેક મોકલ્યા હતા. જે બેંકમાં ભરતા રીટર્ન ગયા હતા. જેથી વનરાજસિંહે પૈસાની ઉઘરાણી કરતા અરુણ અને તેના માણસો કહેતા હતા કે આગળથી પેમેન્ટ આવ્યુ નથી. આવશે એટલે આપી દઈશું. થોડા સમય બાદ અરુણ અને તેના માણસોએ ફોન બંધ કરી દીધા હતા. વનરાજસિંહે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...