• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Meeting Will Be Held With The Chancellor, Vice Chancellor And Registrar Of All The Universities Of The State Regarding The New Education Policy.

બેઠકમાં ચર્ચાઓ થશે:નવી શિક્ષણ નીતિને લઈ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રારની શિક્ષણમંત્રી સાથે બેઠક યોજાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ( ફાઈલ ફોટો)
  • યુનિવર્સિટીની પરિસ્થિતિ, પ્રવેશ પ્રક્રિયા, અધ્યાપકોની અછત, નવી ભરતી સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ થશે.

રાજ્યમાં હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ શરૂ કરાયો છે. આ નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચાઓ કરવા રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રારની શિક્ષણમંત્રી સાથે બેઠક યોજાશે. નવા શિક્ષણમંત્રી આવ્યા બાદ તમામ યુનિવર્સિટીઓના હોદ્દેદારો સાથે પ્રથમ વાર બેઠક મળશે.

નવી શિક્ષણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવશે
આ બેઠકમાં ખાસ નવી શિક્ષણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવશે. આ નીતિ સામેના પડકારો તથા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. તમામ લોકોના સલાહ સૂચન પણ લેવામાં આવશે. તેમજ જરૂરી સુધારા વધારા પણ કરવામાં આવશે.યુનિવર્સિટીઓના હોદ્દેદારો સાથે નવા શિક્ષણ મંત્રી બેઠક કરી રહ્યાં છે. આજે યોજાનારી આ બેઠકમાં યુનિવર્સિટીની પરિસ્થિતિ, પ્રવેશ પ્રક્રિયા, અધ્યાપકોની અછત, નવી ભરતી સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે.

શિક્ષણ જગતમાં હવે શું નવું થશે ?

  • નવી શિક્ષણ નીતિ અંતર્ગત ટેક્નિકલ સંસ્થાનોમાં પણ આર્ટ્સ અને હ્યુમેનિટિઝના વિષયો ભણાવવામા આવશે. સાથે દેશની દરેક કોલેજમાં મ્યુઝિક, થિયેટર જેવા કળાના વિષયો માટે અલગ વિભાગ સ્થાપિત કરવા માટે ભાર આપવામા આવશે.
  • IITs સહિત દેશના દરેક ટેક્નિકલ સંસ્થાનો હોલિસ્ટિક અપ્રોચ (સમગ્ર દ્રષ્ટિકોણ) અપનાવશે. એન્જિનિઅરિંગ સાથે ટેક્નિકલ સંસ્થાનોમાં આર્ટ્સ અને હ્યુમેનિટિઝ જેવા વિષયો પર ભાર આપવામા આવશે.
  • દેશભરના દરેક ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે એક કોમન એન્ટ્રેસ એગ્ઝામ આયોજિત કરવા અંગે પણ વાત કરવામા આવી છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરાવશે. જોકે આ વૈકલ્પિક હશે. દરેક વિદ્યાર્થી માટે આ પરીક્ષામાં બેસવું ફરજિયાત નહીં હોય.
  • વિદ્યાર્થીઓ તેમની સ્થાનિક ભાષામાં ઓનલાઇન કોર્સ કરી શકશે. આઠ પ્રમુખ ભાષાઓ સિવાય કન્નડ, ઉડિયા અને બંગાળીમાં પણ ઓનલાઇન કોર્સ લોન્ચ કરવામા આવશે. અત્યારે મોટાભાગના ઓનલાઇન કોર્સ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.
  • નવી શિક્ષણ નીતિમાં GDPનો 6 ટકા ભાગ શિક્ષણ ક્ષેત્ર પર ખર્ચ કરવાનું લક્ષ્ય રાખવામા આવ્યું છે. અત્યારે કેન્દ્ર અને રાજ્યનો મળીને GDPનો કુલ 4.4 ટકા ભાગ જ શિક્ષણ પર ખર્ચ થાય છે.
અન્ય સમાચારો પણ છે...