આયોજન:DDOની જાણ બહાર બેઠક યોજાઇ, હોલની ગ્રાન્ટ હેતુફેર કરી દીધી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત ના સભ્યોના વિવાદ વચ્ચે એક કરોડના કામો મંજૂર કરાયા

અમદાવાદ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતીમાં સભ્યોના વિવાદ વચ્ચે યોજાયેલી બેઠકમાં એક કરોડના કામો મંજુર થયા છે. આમાંથી 40 ટકા ગ્રાન્ટ ચેરમેન પોતે ઉપયોગ કર્યો છે. હોલની ગ્રાન્ટ હેતુફેર કરી દેવાઇ છે. ડીડીઓની જાણ બહાર યોજાયેલી બેઠક અંગે પ્રમુખ કે ઉપપ્રમુખ અજાણ છે. જિલ્લા પંચાયતની મુદ્ત આગામી 22મી ડિસે.પુરી થાય છે. ત્યારે સામાજિક ન્યાય સમિતીમાં બાકી રહેલા ગ્રાન્ટનો નિકાલ કરવા સભ્યોએ પંચાયતી નિયમ વિરૂધ્ધ બિનસત્તાવાર બેઠક બોલાવતા વિવાદ સર્જાયો છે. સમિતીના ચેરમેન ભાજપના ચેરમેન રાધા સેનમા છે. તેમના સહિત સમિતીમાં ભાજપ અને કોંગ્રેસના કુલ ચાર સભ્યો છે. એક કો.ઓપ.સભ્ય છે. કોંગ્રેસના સભ્ય બાબુ પઢારે આક્ષેપ કર્યો છેકે, ચેરમેન રાધા સેનમાએ કોઇ પણ જાતના એજન્ડા વગર શુક્રવારે સમિતીની બેઠક બોલાવી હતી.

જેમાં હાજર સભ્યોની હાજરીમાં એક કરોડના કામો હેતુફેર કર્યા હતાં. જેમાં 40 ટકા રકમ ચેરમેન અને બાકીની 40 ટકા રકમ કોંગ્રેસના એક સભ્ય પોતાના મત વિસ્તારમાં લઇ ગયા હતાં. જ્યારે બાકીની ગ્રાન્ટ અન્ય સભ્યોમાં વહેંચી દીધી હતી. ગ્રાન્ટની વહેંચણી સમય વિવાદ પણ થયો હતો. કોંગ્રેસના એક સભ્યએ નોનકોરમ કરવાનું કહી બેઠકમાંથી ચાલ્યા ગયા હતાં. પરંતુ સમજાવટ બાદ બેઠક ફરી શરૂ થઇ હતી. હેતુફેર કરેલા કામોમાં કોમ્યુનિટી હોલની ગ્રાન્ટનો પણ સમાવેશ છે.

કેટલા કામો હેતુફેર કરાયા ? હેતુફેર કામો કરવાની જરૂર કેમ પડી ? હેતુફેર કરવામાં કોનો સ્વાર્થ છે ? તેવા અનેક પ્રશ્નો ઉભા કરી ભાજપ-કોંગ્રેસના સભ્યોએ તપાસની માંગ કરી છે. ચેરમેન રાધા સેનમા હાજર હતાં. પરંતુ બેઠકમાં તેમના પતિ સામેલ થયા હતાં. ગ્રાન્ટ માટે સભ્યો વચ્ચે વિવાદ સર્જાયો હતો. હેતુફેર કામો માટે બોલાવેલી બેઠક અંગે ડીડીઓ અરૂણ મહેશ બાબુ સહિત પ્રમુખ કે ઉપપ્રમુખ કોઇને જાણ નહતી. જિલ્લા પંચાયતમાં કોઇ હાજર પણ નહતું. સામાજ કલ્યાણ વિભાગના અધિકારી જ્યોતિ ગજ્જરે બેઠક અંગે જિલ્લા પંચાયતમાં ડીડીઓ કે ડે.ડીડીઓને કોઇ જાણ કરવાની તસ્દી લીધી નહતી. અધિકારીએ બેઠક દરમિયાન ચેરમેનની તરફેણ કરી ઝડપથી વિવાદ ઉકેલમાં ભાગ ભજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...