300 કર્મચારી બેકાર:પાકાં લાઇસન્સનો કોન્ટ્રાક્ટ નવી કંપનીને, નવી કંપનીએ જૂના કોન્ટ્રાક્ટરના એકપણને નોકરીએ ન રાખ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 10 વર્ષથી કામ કરતાં કર્મચારીઓને​​​​​​​ અંતે છૂટા કરવામાં આવ્યા

વાહનના પાકાં લાઇસન્સ માટે સ્માર્ટચીપ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરીને નવી સિલ્વર ટચ કંપનીને કામ સોંપાયું છે. નવી કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા હવે વર્તમાન સ્માર્ટચીપ કંપનીના અંદાજે 300 કર્મચારીને શનિવારથી છૂટા કરી દેવાશે. વર્તમાન કંપનીના એક પણ કર્મચારીને નવી કંપનીએ સ્વીકાર્યા નથી. કર્મચારીઓએ વાહનવ્યવહાર વિભાગ સમક્ષ વૈકલ્પિક નોકરીની માગ કરી છે.

સરકારે હાથ ઊંચા કરી દેતા કર્મચારીઓ રસ્તે રઝળી પડયા છે. આ કર્મચારીઓમાં 40થી 50 ટકા મહિલાઓ છે. સિલ્વર ટચ કંપની હવે લાઇસન્સનું સેન્ટ્રલાઇઝ કામ કરશે. આ માટે વસ્ત્રાલ આરટીઓ ખાતે કંપનીને જગ્યા અપાઇ છે. સિલ્વર ટચ કંપની અગાઉ વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટનું કામ સંભળાતી હતી. જેના પર ગેરરીતિના વારંવાર આક્ષેપ પણ થયા હતા.

હજુ 5 હજાર પાકાં લાઇસન્સ તૈયાર થવાના ંબાકી
વર્તમાન કંપનીને આપેલી ડેડલાઇનમાં હજી અંદાજે પાંચ હજાર પાકાં લાઇસન્સ તૈયાર કરવાના બાકી છે. આ બેકલોગ નવી કંપનીને સોંપી દેવાયો છે. નવી કંપની લાઇસન્સ ધારકોને નવા ક્યુઆર કોડવાળા પાકાં લાઇસન્સ ડિસ્પેચ કરશે. કંપનીએ લોકોને ઝડપથી લાઇસન્સ મળી જવાનો દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...