નિકોલમાં ભાજપ સાથે સંકળાયેલા યુવકોની ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નિકોલ વોર્ડ અને વિરાટનગર વોર્ડના યુવકો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારી થતાં કેટલાક યુવકોના માથા ફૂટ્યા હતા. ઘાયલોને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ઝઘડો થતાં જ ત્યાં હાજર કેટલાક મોટા નેતાઓ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા હતા.
નિકોલ વોર્ડ અને વિરાટનગર વોર્ડના યુવકો વચ્ચેની મેચમાં નિકોલ વોર્ડના યુવકોની જીત થતાં મામલો બીચક્યો હતો. આ મેચ જોવા આવનાર પ્રેક્ષકોમાં પણ ભારે બોલચાલી બાદ મારામારી શરૂ થઇ ગઇ હતી. સમગ્ર પ્રકરણમાં ઢાંકપિછોડો કરી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ ક્રિકેટ મેચ સમયે કેટલાક પદાધિકારીઓ પણ ત્યાં હાજર હતાં. જોકે કેટલાક પદાધિકારીઓ ઝઘડો થતાં જ સ્થળો છોડી ચાલ્યા ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.