તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરમાં છેડતી:પોલીસ પેટ્રોલિંગના દાવા માત્ર કાગળ પર, સેટેલાઇટમાં નોકરીએથી ઘરે જતી નાગાલેન્ડની યુવતીને રોકી યુવક સાથળ પર હાથ ફેરવવા લાગ્યો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતી બુમો પડતા આરોપી ભાગી ગયો હતો, અન્ય યુવાનોએ પીછો કરી તેને પોલીસને સોંપ્યો
 • જાહેર રોડ પર બનેલી ઘટના પગલે આસપાસના લોકો શરમમાં મુકાયા

સેટેલાઇટ પોલીસ સ્ટેશનની 500 મીટર દૂર નોકરીથી છૂટીને અન્ય રાજ્યની યુવતી ઘરે જઈ રહી હતી. એવા સમયે એક યુવક તેની નજીક આવ્યો અને તેને રોકીને તેના પગ સાથળ પર હાથ ફેરવવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટના જાહેર માર્ગ પર બની હતી. આ ઘટના બાદ યુવતી બુમો પડતા આરોપી ભાગી ગયો હતો. કેટલાક યુવાનોએ આરોપીનો પીછો કરીને તેને પોલીસને સોંપ્યો હોવાની વિગત સામે આવી રહી છે.

યુવતીની 3 વર્ષ અગાઉ કચ્છના યુવક સાથે સગાઈ થઈ હતી
સેટેલાઈટના રામદેવનગર વિસ્તારમાં હેવનપાર્ક પાસે રહેતી 25 વર્ષીય મૂળ નાગાલેન્ડના મેરામાખેલ કિંગવેમાની રહેવાસી છે. યુવતીની 3 વર્ષ અગાઉ કચ્છના ભુજ જિલ્લાના માનકુવાના રહેવાસી યુવક સાથે સગાઈ થઈ હોવાથી તે સેટેલાઈટમાં મંગેતર જોડે ભાડાના મકાનમાં રહેતી હતી.

યુવતીએ તાજેતરમાં જ થાઈ સ્પા સલૂનમાં નવી નોકરી મેળવી હતી
6 મહિનાથી યુવતી થેરાપીસ્ટ તરીકે બોડકદેવ એવલોન હોટલ પાસેના ટાઈમ સ્કેવર-2માં આવેલ “ક્વીની” ખાતે નોકરી કરતી હતી. બોડકદેવમાં અતિથિ હોટેલની ગલીમાં આવેલા થાઈ સ્પા સલૂનમાં નવી નોકરી મેળવી હતી. મંગળવારે ભાઈબીજના દીવસે નોકરીનો પ્રથમ દિવસ હતો. યુવતી તેની નોકરી પુરી કરી ચાલતી ઘર તરફ આવતી હતી. મોકા રેસ્ટોરન્ટથી રામદેવનગર ચાર રસ્તા તરફ જતી હતી. ત્યારે રેવતી ટાવર નજીક સાંઈબાબા મંદિર પાસે રામદેવનગર ચાર રસ્તા તરફથી આવતા યુવકે યુવતીના સાથળ પર જાહેરમાં હાથ ફેરવ્યો હતો. યુવતીએ છેડતી કરનાર યુવકને પકડવા પ્રયાસ કર્યો પણ તે ભાગ્યો હતો. આથી, તેને બૂમો પાડતા સ્થાનિક લોકોએ છેડતીખોર યુવકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. છેડતી કરનાર શખ્સ વિઠ્ઠલ ગણેશ રાઠોડ (ઉં,25 રહે.રામદેવનગર, સેટેલાઈટ) હોવાનું બહાર આવ્યું હતું. સેટેલાઈટ પોલીસે યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી આરોપી વિઠ્ઠલની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો