તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમજાળમાં ફસાવી પરણિતા સાથે દુષ્કર્મ:અમદાવાદમાં પરણિતા પિન્ટુ ઠાકોરના પ્રેમમાં પડી પણ નીકળ્યો રમઝાન ઘાંચી, માઉન્ટ આબુથી લઈ જુહાપુરા સહિતના સ્થળોએ દુષ્કર્મ આચર્યું

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી યુવક રમઝાન ઘાંચીની તસવીર. - Divya Bhaskar
આરોપી યુવક રમઝાન ઘાંચીની તસવીર.
 • રમઝાને અંગતપળોના વીડિયો અને ફોટો વાઇરલ કરવાની અને જાનથી મારવાની ધમકી આપી
 • 13 વર્ષની પુત્રીની મા એવી પરણિતાને પતિ સાથે મનમેળ ન હોવાથી એકલી રહે છે

જુહાપુરાના ઇલેક્ટ્રિશિયન યુવક રમઝાન ઘાંચીએ આનંદનગરમાં રહેતી પરણિતાને હિન્દુ નામ પિન્ટુ ઠાકોર નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ રમઝાન ઘાંચીએ 13 વર્ષની પુત્રીની મા એવી પરણિતાને જુહાપુરા, આનંદનગર, સાણંદના તેલાવ ગામ અને માઉન્ટ આબુ સહિતના સ્થળોએ લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પરણિતાને પિન્ટુ ઠાકોરનું અસલી નામ રમઝાન હોવાની જાણ થતા આરોપી ઉશ્કેરાયો હતો. જેને કારણે રમઝાને પરણિતા સાથે માણેલી અંગતપળોના વીડિયો અને ફોટો વાઇરલ કરવાની અને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે આનંદનગર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આનંદનગર પોલીસ સાથે દુષ્કર્મનો આરોપી રમઝાન ઘાંચી
આનંદનગર પોલીસ સાથે દુષ્કર્મનો આરોપી રમઝાન ઘાંચી

ઈક્ટ્રિક કામ કરવા ઘરે આવ્યો પરણિતા સાથે ચેટિંગ શરૂ કર્યું
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના આનંદનગરમાં આવેલા ઔડાના મકાનમાં 31 વર્ષીય જુલી (નામ બદલ્યું છે.) તેની 13 વર્ષની પુત્રી સાથે પતિ સાથે મનમેળ ન હોવાથી અલગ રહે છે. જુલીએ ઇલેક્ટ્રિક કામ માટે ઘરે યુવકને બોલાવ્યો હતો. તે સમયે યુવકે જુલીને પોતાનું નામ પિન્ટુ ઠાકોર હોવાનું જણાવ્યુ હતું. આ દરમિયાન ફરીવાર ફ્રિઝ બગડતા યુવતીએ પિન્ટુને ફોન કર્યો હતો. બાદમાં બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું હતું. આ વાતો વધવા લાગી અને જુલી તથા પિન્ટુ એકબીજાના પ્રેમમાં પડ્યા. જુલીને પિન્ટુ માઉન્ટ આબુ, સાણંદના તેલાવ ગામ, ગોપાલ આવાસ અને જુહાપુરા સ્થિત મકાને લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

જુલીને અંતે જાણ થઈ કે તે જેને પિન્ટુ નહીં પણ રમઝાન છે
આ પ્રેમ સંબંધ દરમિયાન જુલીને જાણ થઈ હતી કે તે જેને પિન્ટુ સમજીને પ્રેમ કરે છે તેનું અસલી નામ રમઝાન ઘાંચી છે. આ બાબતે પૂછતાં રમઝાન ઉર્ફ પિન્ટુ ઉશ્કેરાયો હતો. રમઝાને જુલીને તેઓ વચ્ચેની અંગત પળોના વીડિયો અને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી. આ બાબતે કોઈને વાત કરી તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

કુબેરનગરમાં પ્રેમીએ સગીરાને ભગાડી જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો
શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી સગીરાને તેનો પ્રેમી ભગાડી ગયો હતો. સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી અને રાતે છોડીને ફરાર થઈ ગયો હતો. સરદારનગર પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી દશરથ ઠાકોરની અટકાયત કરી છે.

સગીરા દરરોજ સાંજના સમયે તેની બહેનપણીઓને મળવા જતી હતી. શનિવારે સાંજે સગીરા મળવા ગયા બાદ કલાકમાં ઘરે પરત ન આવતાં તેની બહેનપણીઓ અને આસપાસમાં તપાસ કરી હતી. રાતે 11 વાગ્યાએ સગીરા મહાવીર કસરત શાળા પાસે બેઠેલી હાલતમાં મળી આવી હતી. જ્યાં માતા-પિતાએ સગીરાને પૂછતાં તેને જણાવ્યું હતું કે અગાઉ આપણે સમરથનગરમાં રહેતા હતા ત્યાં જ દશરથ ઠાકોર રહે છે અને તે અગાઉ પણ મને ભગાડી ગયો હતો. શનિવારે સાંજે બહેનપણીના ફોનથી દશરથ સાથે વાત કરતા તેણે મને સાથે આવવાનું કહ્યું હતું અને રિક્ષા લઈને મહાવીર કસરત શાળા પાસે આવ્યો હતો. કુબેરનગર મોચી પાડા ખાતે એક કાચા મકાનમાં લઈ ગયો હતો અને ત્યાં દશરથે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. જેની ના પાડવા છતાં બળાત્કાર ગુજારી અને રાતે અહીં ઉતારી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો