સુનાવણી:ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા યુવકને 10 વર્ષની જેલની સજા ફટકારાઈ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રિવરફ્રન્ટ પાસે વર્ષ 2010માં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું

સાબરમતી રિવરફ્રન્ટમાં પોણા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર 28 વર્ષીય આરોપી પરસોત્તમ પરમારને પોક્સો કોર્ટે દોષિત ઠેરવી 10 વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

શાહપુર દરવાજા, શંકર ભુવન પાસે રહેતા 28 વર્ષીય હવસખોર પરસોત્તમ પરમારે વર્ષ 2010માં પોણા ચાર વર્ષની બાળકીને રમાડવાને બહાને નહેરુબ્રિજ નીચે રિવરફ્રન્ટમાં અવાવરું જગ્યાએ લઈ જઈ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય પછી રડતી બાળકીને તેના ઘરે મૂકી દીધી હતી.

બાળકીને પીડા થતાં તે સતત રડતી હતી. આથી તેની માતાએ બાળકીની તપાસ કરતાં કોઈ અનિચ્છનિય ઘટના બની હોવાની શંકા જતાં તપાસ કરતાં આરોપી પરષોત્તમે બાળકીને રિવરફ્રન્ટમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી બાળકીના પરિવારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી પરષોત્તમની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મિનલ ભટ્ટે 21 સાક્ષી અને 19 દસ્તાવેજી પુરાવા તપાસી કેસ પુરવાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...