તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • A Man Escapes After Throwing Acid On The Mouth And Hands Of A Lab Technician On Duty At A Laboratory At Shardaben Hospital In Ahmedabad.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસિડ એટેક:અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં લેબોરેટરીમાં ફરજ બજાવતા લેબ ટેક્નિશિયનના મોઢા અને હાથ પર એસિડ ફેંકી એક શખ્સ ફરાર

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
શારદાબેન હોસ્પિટલમાં લેબોરેટરીમાં કામ કરતા આધેડ પર એક શખ્સ એસિડ ફેંકી ફરાર થઈ ગયો
 • શહેરકોટડા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા

બાપુનગરમાં રહેતા અને શારદાબેન હોસ્પિટલમાં લેબોરેટરીમાં કામ કરતા આધેડ પાસે બુધવાર સવારે એક યુવક આવીને તમે બ્લડ ડોનેટ કરી આપવા બહાને ઝગડો કર્યો હતો. આ દરમિયાન જ અચાનક તે શખ્સે આધેડના મોઢાના અને હાથના ભાગે એસિડ ફેંકી ભાગી ગયો હતો. ત્યારે આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લોકોએ ઉશ્કેરાયેલા વ્યક્તિને સમજાવી પાછો કાઢ્યો હતો
લોકોએ ઉશ્કેરાયેલા વ્યક્તિને સમજાવી પાછો કાઢ્યો હતો

રમેશભાઈએ બ્લડ ડોનેટ ન થતું હોવા જણાવ્યું હતું
બાપુનગરમાં રહેતા અને શારદાબેન હોસ્પિટલ લેબોરેટરી વિભાગમાં કામ કરતા રમેશભાઈ વાઘેલા (ઉ.વ.53) બુધવારે હોસ્પિટલમાં ફરજ પર હાજર હતા. આ દરમિયાન સવારના સવા અગિયાર વાગ્યાની આજુબાજુમાં સિરોલોજી વિભાગની લોબીમાં ગણપતભાઈ પાસે વાતો કરતા હતા ત્યારે પિડીયાટ્રીક વોર્ડમાં નોકરી કરતા લીલાબેનનો દીકરો પ્રકાશ જસવંતભાઈ સોંલકી રમેશભાઈ પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, ‘તમે મને બ્લડ ડોનેટ કરી આપો’. જો કે રમેશભાઈએ અહીં બ્લડ ડોનેટ થતું નથી તેમ કહ્યું હતું. જેથી પ્રકાશ અચાનક ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલવા લાગ્યો હતો.

ઉશ્કેરાયેલા વ્યક્તિએ આધેડ પર હુમલો કર્યો હતો
ઉશ્કેરાયેલા વ્યક્તિએ આધેડ પર હુમલો કર્યો હતો

ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને ફેંક્યું એસિડ
ત્યારે રમેશભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી. દરમિયાન પ્રકાશ સિરોલોજી વિભાગના દરવાજા પાસે જતો રહ્યો હતો અને અચાનક એસિડ જેવું કેમિકલ ભરેલી બોટલ લઈને આવ્યો અને રમેશભાઈના મોઢાના ભાગે તથા જમણા હાથના બાવળા પર આ એસિડ ફેક્યું હતું. જેથી રમેશભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. હુમલો કરી પ્રકાશ ત્યાંથી ભાગી ગયો હતો.

તાત્કાલિક સારવાર માટે ખસેડાયા
આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલીક પ્રકાશભાઈને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ શહેરકોટડા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં રમેશભાઈએ પ્રકાશ સોલંકીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો