અમદાવાદ:આર્થિક સંકડામણમાં આવી ચાંદલોડીયાના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના કારણે અનેક લોકોના ધંધા પડી ભાંગ્યા છે. લોકડાઉનમાં બંધ થયેલા ધંધા-રોજગાર અનલોકના અમલીકરણ પછી પણ હજી ટ્રેક પર આવ્યા નથી, જેના કારણે આર્થિક સંકડામણમાં આવીને આત્મહત્યાના બનાવો બની રહ્યાં છે. ચાંદલોડીયામાં રહેતા યુવકે ધંધો રોજગાર ચાલતો ન હોવાથી સોલાબ્રિજ પાસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. સોલા પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

લોકડાઉન બાદથી કોઇ કામ-ધંધો ન હતો
ચાંદલોડીયાની સુરધીનગર સોસાયટીમાં રહેતા રમશે લલ્લુભાઈ રબારી(ઉ.વ.48)ને લોકડાઉન બાદથી કોઇ કામ-ધંધો ન હતો. કામ-ધંધો ન હોવાથી તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. તેમણે રિક્ષા ચલાવવાનું પણ શરૂ કર્યું હતું. પરંતુ તેમાં પણ કોઇ બરકત થતી ન હતી. જેથી આર્થિક સંકડામણથી કંટાળીને તેમણે સોલાબ્રિજ પાસે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. સોલા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...