તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલાહ બની સજા:તમારા કારણે મારી મા મરી ગઈ, માતાનું કોરોનાથી મોત થતા પુત્રએ પાડોશી પર હુમલો, ઘરના કાચ તોડી પતિ-પત્નીને મારમાર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદમાં પતિને બચાવવા વચ્ચે પડેલી પત્નીને પણ 4 શખ્સોએ મારમાર્યો, પથ્થર મારી ઘરમાં તોડફોડ કરી

સરદારનગરની અર્જુનનગર સોસાયટીમાં 4 શખ્સોએ પતિ-પત્ની સાથે મારઝૂડ કરી વિભત્સ ગાળો બોલી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીની માતાનું કોરોનાથી મોત થતા તેમના પરિવારને પણ કોરોનાથી સાવચેત રહેવાનું કહેવા પર ઉશ્કેરાયેલા પુત્રએ અન્ય ચાર જણા સાથે મળી પાડોશી અને તેની પત્ની પર હુમલો કર્યો હતો. સરદાર નગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આરોપીના સ્વાસ્થ માટે કોરોનાથી સચેત રહેવાની સલાહ આપી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, અર્જુનનગર સોસાયટીમાં રહેતા સરોબેન વિનોદભાઈનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેઓને 10 દિવસ પહેલા નરોડા પાટિયા ખાતે સન રાઈજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનું આજે મોત નિપજ્યું હતું. ત્યારે તેમના પાડોશમાં રહેતા અને ડ્રાઈવરની નોકરી કરતા સુનિલકુમાર તમંચેએ સરોબેનના પુત્ર સંદિપને કોરોનાની બીમારીથી સાવચેત રહેવાની સલાહ આપી હતી. જેથી સંદિપ ઉશ્કેરાઈ ગયો હતો અને સુનિલભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. બચાવવા વચ્ચે પડેલી સુનિલભાઈની પત્ની પર પણ હાથ ઉઠાવ્યો હતો.

ઝઘડો વધતા આસ-પાસના અન્ય લોકો પણ ભેગા થઈ ગયા
સંદિપની સાથે અન્ય 3 શખ્સો પણ આવીને બંન્ને પતિ-પત્ની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તમારા કારણે જ મારી માતા મરી ગઈ છે એમ કહીં સંદિપે બંન્ને પતિ-પત્ની પર હુમલો કર્યો અને પથ્થર વડે ઘરના કાચ દોડી નાખ્યા હતા. ઝઘડો વધતા આસ-પાસના અન્ય લોકો પણ ભેગા થઈ ગયા હતા. સુનિલભાઈએ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચારેય શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસે પણ ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો