હાઇકોર્ટમાં સુનાવણી:લિવ ઇનમાં રહેતી માતાને પુત્રની કસ્ટડી ન આપી શકાય, તમારા ભવિષ્યની યોજનાઓ વિશે ખુલાસો કરો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • પ્રેમી સાથે રહેતી હોવા છતાં પતિ પાસે ભરણપોષણ પણ માગ્યું

લિવ ઇનમાં રહેતી પાયલે પતિ મિહિર પાસેથી દીકરાની કસ્ટડી મેળવવા હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી. પતિ સામે ખોટું બોલીને ગૌરવ સાથે હિંમતનગરમાં લિવ ઇનમાં રહેતી પાયલને કોર્ટે ટકોર કરી હતી કે, લિવ ઇનમાં રહેતી પાયલને સંતાનની કસ્ટડી આપી શકાય નહીં. પતિ અને સંતાનને છોડીને અન્ય યુવક સાથે લિવ ઇનમાં રહેવું છે અને પતિ પાસેથી ભરણપોષણ પણ જોઇએ છે? પાયલે ભવિષ્યમાં શું કરવું છે તેનો જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

અમદાવાદમાં રહેતી પાયલના લગ્ન તેની મરજી વિરુદ્ધ માતા-પિતાએ મિહિર સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ પાયલ હિંમતનગરના ગૌરવ સાથે પરિચયમાં આવી હતી. સંબંધીના ઘરે જવાને બહાને પાયલ ગૌરવ પાસે હિંમતનગર જતી હતી. લગ્નના થોડા સમય બાદ દીકરાનો જન્મ થતાં પાયલ પતિ મિહિરના ઘરે ના જતાં દીકરાને નાના-નાનીનાં ઘરે મૂકીને હિંમતનગરમાં ગૌરવ સાથે લિવ ઇનમાં રહેતી હતી. પાયલ શોખ પૂરા કરવા મિહિર પાસેથી ભરણપોષણ મેળવવા હિંમતનગરની કોર્ટમાં અરજી કરતાં મિહિરે જસ્ટિસ નિરલ મહેતાની કોર્ટ સમક્ષ દલીલ કરી કે, પાયલ દીકરાને અને પતિને છોડીને ગૌરવ સાથે લિવ ઇનમાં રહે છે. હાઇકોર્ટે ટકોર કરી કે, લિવ ઇનમાં રહેવું છે અને બધાંને ત્યાં દોડાવવા છે? (પાત્રોના નામ બદલ્યાં છે)

અન્ય સમાચારો પણ છે...