તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન:અમદાવાદમાં કોરોના વેક્સિન આપવા માટે 40 હજાર હેલ્થ વર્કર્સની યાદી રાજ્ય સરકારમાં મોકલવામાં આવી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • પ્રથમ ડોઝ 8500 જેટલા ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે
  • આગામી દિવસોમાં અન્ય લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે કે આવતા અઠવાડિયામાં કોરોના વેક્સિન આવી જશે ત્યારે કોરોના વેક્સિન આપવા માટેની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી હતી. કોરોના વેક્સિનના વિતરણ મામલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ DivyaBhsakar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 4 સ્ટેજમાં આ વેક્સિન આપવામાં આવશે, જેમાં સૌપ્રથમ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે, જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 હજાર જેટલા કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે અને આ યાદી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે.

પ્રથમ ડોઝ 8500 જેટલા ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ ડોઝમાં 8500 જેટલા ડોક્ટર અને હેલ્થ વર્કર્સનો સમાવેશ થાય છે. વેક્સિન માટે કો-વિન એપ બનાવાઈ છે. આગામી અઠવાડિયામા વેક્સિન આવી જશે ત્યારે સૌથી પહેલા કોરોના સામે યુદ્ધ લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વોરિયર્સને અગ્રતાના ધોરણે વેક્સિન આપવામાં આવશે, જે માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વેક્સિન સરકાર દ્વારા જે ગાઈડલાઈન્સ આવશે એ પ્રમાણે આપવામાં આવશે.

આગામી દિવસોમાં અન્ય લોકોની યાદી પણ તૈયાર કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વર્કર્સની યાદી તૈયાર કરી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવશે. હેલ્થ વર્કર્સ બાદ ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદાર, AMTS અને BRTS બસના કર્મચારીઓ અને ત્રીજા સ્ટેજમાં 50 વર્ષની કો- ઓર્બિટ વ્યક્તિઓ અને બાદમાં સામાન્ય માણસને આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો