તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે કે આવતા અઠવાડિયામાં કોરોના વેક્સિન આવી જશે ત્યારે કોરોના વેક્સિન આપવા માટેની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી હતી. કોરોના વેક્સિનના વિતરણ મામલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ DivyaBhsakar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 4 સ્ટેજમાં આ વેક્સિન આપવામાં આવશે, જેમાં સૌપ્રથમ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે, જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 હજાર જેટલા કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે અને આ યાદી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે.
પ્રથમ ડોઝ 8500 જેટલા ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ ડોઝમાં 8500 જેટલા ડોક્ટર અને હેલ્થ વર્કર્સનો સમાવેશ થાય છે. વેક્સિન માટે કો-વિન એપ બનાવાઈ છે. આગામી અઠવાડિયામા વેક્સિન આવી જશે ત્યારે સૌથી પહેલા કોરોના સામે યુદ્ધ લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વોરિયર્સને અગ્રતાના ધોરણે વેક્સિન આપવામાં આવશે, જે માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે. વેક્સિન સરકાર દ્વારા જે ગાઈડલાઈન્સ આવશે એ પ્રમાણે આપવામાં આવશે.
આગામી દિવસોમાં અન્ય લોકોની યાદી પણ તૈયાર કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વર્કર્સની યાદી તૈયાર કરી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવશે. હેલ્થ વર્કર્સ બાદ ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદાર, AMTS અને BRTS બસના કર્મચારીઓ અને ત્રીજા સ્ટેજમાં 50 વર્ષની કો- ઓર્બિટ વ્યક્તિઓ અને બાદમાં સામાન્ય માણસને આપવામાં આવશે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.