પાર્ટીમાં પોલીસની એન્ટ્રી:અમદાવાદમાં ફ્લેટના પાર્કિગમાં જ દારૂની મહેફિલ, સ્થાનિક વ્યક્તિએ પોલીસને જાણ કરતા 8 દારૂડિયાઓની ધરપકડ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • પાર્કિંગમાં 8 લોકો ગોળ કુંડાળું કરી અને હાથમાં દારૂ ભરેલા ગ્લાસ લઈ મહેફિલ માણતા હતા

અમદાવાદના રામોલ વિસ્તારમાં હવે લોકોને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય એમ બિન્દાસ્ત બની જાહેરમાં દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. રામોલ વિસ્તારમાં આવેલા નૈયા ફ્લેટના પાર્કિગમાં કેટલાક લોકો દારૂ પીતાં હોવાની જાણ સ્થાનિક વ્યક્તિએ પોલીસને જાણ કરતા રામોલ પોલીસે 8 જેટલા દારૂ પીધેલા શખ્સની ધરપકડ કરી હતી. આરોપીઓ બિન્દાસ્ત રીતે ફ્લેટના પાર્કિગમાં જ દારૂની બોટલો ખોલી દારૂ પીતા હતા જે અમદાવાદમાં દારૂબંધી અંગેની પોલ ખોલી દીધી છે.

રામોલ પોલીસને બાતમી મળી હતી કે, નૈયા ફ્લેટના પાર્કિગમાં કેટલાક લોકો દારૂ પીવા બેઠા છે જેથી રામોલ પોલીસ સ્ટેશનના PSI એચ.એ રાયજાદા અને તેમની ટીમ ફ્લેટના પાર્કિગમાં પહોંચી હતી. ફ્લેટના પાર્કિગમાં જોતા 8 જેટલા લોકો ગોળ કુંડાળું કરી અને હાથમાં દારૂ ભરેલા ગ્લાસ લઈ મહેફિલ માણતા હતા.પોલીસે તમામને ઘેરી લઇ અને તેમની ધરપકડ કરી લીધી હતી.પોલીસને દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી. તમામ લોકો ત્યાં દારૂ પીવા ભેગા થયા હતા. દારૂ પીવા માટે દારૂડીયાઓ હવે એટલા બિન્દાસ્ત બની ગયા છે અને પોલીસનો ડર જ નથી કે જાહેરમાં જ તેઓ હવે દારૂ પીવા લાગ્યા છે.

આરોપીઓ
(1) સિધ્ધાર્થસિંહ હરીસિંહ શિશોદીયા
(2) ગણપતસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા
(3) રાજકુમાર લાખન સિંગ ઠાકુર
(4) ઉત્સવ મહેશ ભાઇ ભટ્ટ
(5) અજય ભાઇ રમેશભાઇ વાઘેલા
(6) પ્રવિણ સિહ રાજેન્દ્રસિંહ વાઘેલા
(7) ચિરાગ મનોહરભાઇ બોકડે
(8) રોહિત મહેન્દ્રભાઇ પાટીલ

અન્ય સમાચારો પણ છે...