તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટમાં કરાયેલી દરખાસ્તની અસર:મર્યાદિત ભાગીદારી કંપનીએ હિસાબી ચોપડા રાખવા પડશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિયત ટેક્સ ભરનારને અત્યારસુધી મુક્તિ હતી

સરકારે લિમિટેડ પાર્ટનરશિપ ફર્મને અનેક સુવિધા આપવાની જાહેરાત કરી હતી પરંતુ તાજેતરના બજેટમાં લિમિટેડ પાર્ટનરશિપ ફર્મને હિસાબી ચોપડા બનાવવા અને તેના પર ટેકસ ભરવાની જોગવાઇ કરી છે. જેના કારણે હવે કંપનીઓએ હિસાબી ચોપડા બનાવી ઈન્કમટેક્સ ભરવાનો રહેશે.

સરકારે બજેટમાં ઇન્કમટેક્સના કાયદામાં સુધારો કરતા હવેથી લિમિટેડ પાર્ટનરશિપ ફર્મને હિસાબ રાખીને ચોપડા બનાવવા પડશે. અત્યાર સુધી ઇન્કમટેકસ કાયદામાં જો કોઇ ફર્મનું ટર્નઓવર રૂ 2 કરોડથી ઓછું હોય તો ફર્મ પાંચ ટકા અથવા 8 ટકાના દરે નફો બતાવી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકતી હતી અને કોઇ કરદાતા આ જોગવાઇનો લાભ લે તો તેમને ચોપડા રાખવામાંથી મુક્તિ હતી. પરંતુ ઇન્કમટેક્સના કાયાદમાં સુધારો કરાતા લિમિટેડ પાર્ટનરશિપ ફર્મ હવે આ મુક્તિનો લાભ લઇ શકશે નહીં. હવેથી ફરજિયાત પણે હિસાબી ચોપડા બનાવવા પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો