તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:પસ્તીમાંથી પુસ્તકો ખરીદીને ગરીબ બાળકો માટે લાઈબ્રેરી બનાવાશે

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘરે ઘરે જઈને ખરીદેલાં પુસ્તકો નિ:શુલ્ક આપે છે

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી પસ્તી વાળા જોડેથી અભ્યાસક્રમને લગતા ચોપડા ઓછી કિંમતથી ખરીદીને જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક આપવામાં આવે છે. સંસ્થાના ચેરમેન હનીબેન પંચાલે જણાવ્યું કે,‘ધોરણ 1થી 10મા સુધીના વિદ્યાર્થીના ચોપડાની કિંમત બેથી ત્રણ હજારમાં આવે છે. સંસ્થા દ્વારા અભ્યાસક્રમનાં પુસ્તકો ઘરે-ઘરેથી ઉઘરાવીને એકત્ર કરવામાં આવે છે.’ અત્યાર સુધીમાં આશરે ધોરણ 1થી 8ના ચોપડાઓ ભેગા કર્યા છે. જરૂરિયાતમંદ બાળકો અભ્યાસ કરી શકે, તે આ સંસ્થાનો હેતુ છે. પસ્તીવાળા પાસેથી પુસ્તકોની સાથે મેગેઝીન અને કથાની પુસ્તકોનું પણ સંગ્રહ કરવામાં આવ્યું છે.

6 મહિનામાં આશરે 4 હજાર કિલો પુસ્તકો એકત્ર કરાયાં
ટ્રસ્ટની 300 મહિલાઓ ઉઘરાવેલાં પુસ્તકોને 12 દિવસમાં ધોરણ અનુસાર અલગ કરે છે. છેલ્લા 6 મહિનામાં આશરે 4 હજાર કિલોથી વધારે પુસ્તકો ભેગા કરવામાં આવ્યા છે.

આધાર કાર્ડ બતાવી એન્ટ્રી
​​​​​​​આગામી દિવસોમાં તમામ પુસ્તકોની લાયબ્રેરી તૈયાર કરશે.જરૂરિયાતમંદ બાળકોએ પુસ્તકોનો ઉપયોગ કરવા એન્ટ્રી કરતા આધાર કાર્ડ બતાવવું રહેશે. આગામી દિવસોમાં રાજ્યભરના દરેક ગામમાં આ પ્રકારની પહેલ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો