• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Letter Was Submitted To The Chief Minister, Minister Of Education And Secretary Of Education To Give Vaccine To The Students Before The Standard 12 Examination.

સંચાલકોની માગણી:ધોરણ12ની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને વેક્સિન આપવા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તથા શિક્ષણ સચિવને પત્ર લખીને રજૂઆત કરાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિદ્યાર્થીઓને વેક્સિનનો ડોઝ આપવાથી બાળકો અને વાલીઓની ચિંતા ઘટશે

ધો.12ની બોર્ડની પરીક્ષા પહેલા તમામ વિદ્યાર્થીઓને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવાની માંગ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી કરાઇ છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને રજૂઆતમાં જણાવ્યું છે કે, ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ, ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, સરકારના ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાના નિર્ણયને સ્કૂલ સંચાલકો વધાવે છે. સરકારે વિદ્યાર્થીઓની ચિંતા પણ અન્ય લોકોની માફક જ કરવી જોઇએ. તેથી વિદ્યાર્થીઓને હાલમાં વેક્સીનનો એક ડોઝ આપી દેવો જોઇએ. જેથી બાળકોની સાથે વાલીઓની ચિંતામાં પણ ઘટાડો થશે. ગુજરાતમાં જો આ બાબતનો અમલ થશે તો અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બનશે.

18 વર્ષ ન થયાને પણ રસી આપવી જોઇએ
સંચાલક મંડળે માંગ કરી છે કે, ધો.12માં ઘણા વિદ્યાર્થીઓના 18 વર્ષ પુરા થયા નથી. જેથી પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને 18 વર્ષ પુરા થયા ન હોય તેમને પણ વેક્સીન આપવી જોઇએ.

ઈંગ્લિશ મીડિયમની 7 સહિત વધુ 10 નવી પ્રાથમિક સ્કૂલને મંજૂરી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ નવા શૈક્ષણિક વર્ષથી 10 નવી સ્કૂલો શરૂ કરશે. શરૂ થનારી 10 સ્કૂલોમાંથી 7 સ્કૂલો અંગ્રેજી માધ્યમની છે, જ્યારે અન્ય ત્રણ હિન્દી માધ્યમની રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં સમાવીત થયેલા નવા વિસ્તારોમાં સ્કૂલો શરૂ થશે. શરૂઆતમાં ધો.1 અને ધો.2થી સ્કૂલની શરૂઆત થશે.

ક્યાં ક્યાં સ્કૂલ શરૂ થશે

  • થલતેજ પબ્લિક સ્કૂલ
  • રાણીપ પબ્લિક સ્કૂલ
  • શિલજ પબ્લિક સ્કૂલ
  • મેઘાણીનગર પબ્લિક સ્કૂલ
  • વસ્ત્રાલ પબ્લિક સ્કૂલ
  • વટવા પબ્લિક સ્કૂલ
  • પ્રિતમપુરા પબ્લિક સ્કૂલ
  • લીલાનગર પ્રાથમિક સ્કૂલ
  • વસ્ત્રાલ પ્રાથમિક સ્કૂલ
  • શાહવાડી પ્રાથમિક સ્કૂલ
અન્ય સમાચારો પણ છે...