વિદેશી નાગરિકની ધરપકડ:અમદાવાદમાં વિઝા પુરા થઈ ગયા બાદ પણ બે વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતી કેન્યાની મહિલા ઝડપાઈ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્યાની વિદેશી મહિલાની તસવીર - Divya Bhaskar
કેન્યાની વિદેશી મહિલાની તસવીર
  • કેન્યાની મહિલાને તેને દેશમાં ડિપોર્ટ કરવાની કવાયત શરૂ કરાઈ

ભારતમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન તથા ચાઇનાથી લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરતા તત્વોને ઝડપી લેવાની કવાયત વર્ષોથી ચાલી રહી છે. ત્યારે છેલ્લા બે-ચાર વર્ષથી એવા કિસ્સા ધ્યાનમાં આવી રહ્યા છે કે ટુરિસ્ટ વિઝા, બિઝનેસ વિઝા કે સ્ટુડન્ટ વિઝા પર ભારતમાં આવતા ઘણા વિદેશી નાગરિકો વિઝાની અવધિ પૂરી થઇ ગયા બાદ પણ પરત જતા નથી અને ગેરકાયદેસર રીતે અમદાવાદમાં વસવાટ કરતા હોય છે. આવા નાગરિકોને ઝડપી લેવા માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ખાસ કવાયત શરૂ કરવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ આવા વિદેશી નાગરિકોને શોધી કાઢવા કામે લાગી ગઈ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એલ. દેસાઈની ટીમને માહિતી મળી હતી કે સી.જી રોડ, ઓમકાર હાઉસમાં આવેલી એ વન હોટલમાં કેન્યાની મહિલા વિઝા પુરા થઇ ગયા બાદ પણ વસવાટ કરી રહી છે. મહિલા પોલીસની ટીમને સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચે હોટલમાં દરોડો પાડી કેન્યાની નાગરિક મહિલાને ઝડપી લીધી હતી. પૂછપરછમાં તેનું નામ શૈલા હોવાનું અને તે કેન્યા, નૈરોબીની હોવાનું જાણી શકાયું હતું. આ યુવતી વર્ષ 2019-20 માટે ટૂરિસ્ટ વિઝા પર અમદાવાદ આવી હતી અને 2020માં તેના વિઝા પૂરા થઈ ગયા હતા​​​​​​​.

ક્રાઈમ બ્રાન્ચે શૈલાની ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરવા બદલ ધરપકડ કરી તેના દેશમાં મોકલવાની કવાયત શરૂ કરી છે. હજુ પણ ઘણા વિદેશી નાગરિકો વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં વસવાટ કરી રહ્યા છે હવે આવા તમામ નાગરિકોને ઝડપી લેવા માટે ખાસ કવાયત ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા વિદેશી નાગરિકો દ્વારા અમદાવાદ એફ.આર.આર.ઓ ખાતે વિઝાની મુદત વધારવા માટે લેખિતમાં રજૂઆત કરી વાજબી કારણો આપવા છતાં તેમના વિઝા નહીં વધારી આપવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ બાબતે છે દિલ્હી વિદેશ મંત્રાલય સુધી પણ રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણી શકાયુ છે.

અન્ય સમાચારો પણ છે...