તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીએ ફાઈનલના સ્ટુડન્ટ કૃતંજ દરજીએ ક્રિકેટ રમીને તેમજ IPL જોઈને સીએ ફાઈનલ એક્ઝામમાં દેશમાં 26મો ઓલ ઈન્ડિયા રેન્ક રેન્ક મેળવ્યો. તો સીટીએમના પાર્થ પ્રજાપતિએ સિંગિંગની હોબી સાથે 51મો રેન્ક મળવ્યો. ધ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા દ્વારા સીએ ફાઈનલનું પરિણામ જાહેર થયું છે.
સફળ થવા આત્મવિશ્વાસ જરૂરી
અભ્યાસ કોઈ પણ હોય તેમાં સફળ થવું હોય તો થવા માટે આત્મવિશ્વાસ સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. હું રોજના 11 કલાકના રીડિંગ કરતો હતો. ઉપરાંત ફ્રેશ થવા માટે સ્પોર્ટ્સમાં પણ એટલું જ ફોકસ કરતો હતો. કેટલીક વખત આપણે એક્ઝામના નામથી જ ગભરાઈ જતાં હોઈએ છીએ આવી સ્થિતિ સર્જાય જ નહીં તે માટે પ્લાનિંગ સાથે મહેનત કરો તો એક્ઝામનું ટેન્શન જ ન રહે. - મુઝીબુર રહેમાન, 30 AIR
ડાન્સ કરીને એન્જોય કરતી
હું સીએ ફાઇનલ એક્ઝામની સાથે-સાથે ડાન્સ અને મૂવી રિવ્યૂના કામને પણ એન્જોય કરતી હતી. જ્યારે પણ એક્ઝામની તૈયારીમાંથી સમય મળતો કે પછી કંટાળી જતી ત્યારે મારી આ હોબીથી જ મને એનર્જી મળતી હતી. સ્ટડીની સાથે-સાથે હોબી કેળવવાથી જે એનર્જી મળે છે તેને ફરી સ્ટડી માટે એપ્લાય કરો તો રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે. આ મારો પોતાનો અનુભવ કહે છે. - પ્રિયલ ચૌધરી, 34 AIR
પ્લાનિંગ સાથે સફળ થવાય
એક્ઝામ કોઈ પણ હોય તેમાં જો આપણે યોગ્ય પ્લાનિંગ સાથે આગળ વધીએ તો અચૂક સફળતા મળે છે. હું સીએ ફાઈનલ એક્ઝામની તૈયારી માટે 14 કલાક મહેનત કરતો હતો. જોકે, કયા વિષયમાં વધારે મહેનતની જરૂર છે તેા પર ફોકસ કરીને તેની અલગથી તૈયારી કરતો હતો. સફલતા મેળવવા માટે જો આપણે આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ તો રિઝલ્ટમાં પોઝિટિવ ચેન્જ જોવા મળે છે. - પાર્થ પ્રજાપતિ, 51 AIR
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.