સેવા પરમો ધર્મ:ભાસ્કર જૂથની એક વિનમ્ર પહેલ, ચાલો લાખો પરિવારોની મદદ કરીએ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લાખો કામદાર પરિવાર ભૂખ્યા પેટે સૂવા મજબૂર, ચાલો તેમની મદદ કરીએ
  • 12 રાજ્યોના 40 શહેરોમાં એક લાખ પરિવાર સુધી એક સપ્તાહ સુધી ભોજન સામગ્રી પહોંચાડીશું

ભોપાલઃ કોરોના લૉકડાઉનને કારણે આજે દેશના વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં લાખો પરિવારો ભૂખ્યા પેટે સૂવા મજબૂર બન્યા છે. ઘણા પરિવારોની સાથે માસૂમ બાળકો પણ છે. તેમની મદદ માટે ભાસ્કર જૂથે એક મોટું દાન અભિયાન શરૂ કર્યું છે. અમારો સંકલ્પ છે કે દેશના 40 શહેરોમાં એક લાખ જરૂરિયાતવાળા પરિવારો સુધી એક સપ્તાહના ભોજનની સામગ્રી પહોંચાડીશું. ભાસ્કર જૂથ અને તેના કર્મચારીઓએ એક કરોડ રૂપિયા આપીને આ અભિયાનની શરૂઆત કરી છે.અમને સંપૂર્ણ આશા છે કે સંવેદનશીલ અને જાગૃત હોવાના નાતે તમે પણ મદદ અને દાન માટે હાથ લંબાવવા માંગતા હશો. અમે તમારી મદદની આ પ્રક્રિયા તદ્દન સરળ કરી રહ્યાં છીએ જેથી તમે આ કઠિન સમયમાં જરૂરિયાતવાળા પરિવારોની શક્ય એટલી મદદ કરી શકો. અમે દરેક શહેરના પ્રતિષ્ઠિત સેવાભાવી સંગઠન સાથે હિસ્સેદારી કરી છે જેથી રાહત સામગ્રી સરળતાથી વહેંચી શકાય. 

ભોજન પેકેટમાં આ સામગ્રી હશે
5 કિલો ચોખા
5 કિલો લોટ
2 કિલો દાળ
2 કિલો બટાકા
1 લિટર તેલ
1 કિલો મીઠું
100 ગ્રામ મરચું
100 ગ્રામ હળદર
1 સાબુ

તમે આ રીતે પણ દાન આપી શકો છો
યુપીઆઈ ટ્રાન્સફર: કોઈપણ યુપીઆઈ એપ (ફોન પે, ગૂગલ પ્લે, પેટીએમ, ભીમ)થી દાન કરવા માટે આઈડી- Q47105727@yb1 
આ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ દાન આપી શકો છો

નેટ બેન્કિંગ (RTGS/NEFT)  બેંકનું નામ: HDFC BANK નામ: ભાસ્કર ફાઉન્ડેશન (Bhaskar Foundation) એકાઉન્ટ નંબર: 01441450000456 આઈએફએસસી કોડ:  HDFC0000144

પોતે આગળ આવો, બીજાને પણ પ્રેરિત કરો
2100 રૂપિયા અથવા તેનાથી વધુનું યોગદાન આપનાર દાતાઓના નામ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાશે. જ્યારે યોગદાન આપો ત્યારે આવકવેરાની કલમ 80જી હેઠળ કરમુક્તિનો લાભ લેવા 8815108358 પર તમારું નામ, શહેરનું નામ અને સાથે દાનની રસીદનો સ્ક્રીન શોટ વોટ્સએપ કરશો. જેથી તમારું નામ પ્રકાશિત કરવામાં સરળતા રહેશે. આવો પોતે આગળ આવો અને તમારા પરિવાર અને દોસ્તોને પણ દાન માટે પ્રેરિત કરો.

અન્ય સમાચારો પણ છે...