તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મણિનગરમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત કે જેમણે તાજેતરમાં ૧૦૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેવા સદ્ગુરુ આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ મંદિરમાં દીપાવલી અને નૂતનવર્ષની ઉજવણી કોરોના વાયરસથી સાવધાન રહીને કરવી જોઈએ તેવો સંદેશ આપતી વિશાળ ૧૪x૧૦ ફૂટની રંગોળી બનાવવામાં આવી છે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ વિશાળ રંગોળીમાં સો જનસમાજના નાગરીકોને બે હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવી છે કે, કોરોના વાયરસથી બચવા માટે જ્યાં સુધી વેક્સિન નથી આવી ત્યાં સુધી સૌએ માસ્ક અવશ્ય પહેરવું જોઈએ. પોતાના હાથ ધોઈને દરેક ક્રિયા કરવી જોઈએ અને એકબીજાથી 6 ફૂટનું અંતર રાખવું સૌના માટે હિતાવહ છે તેવો સંદેશો આપવામાં આવ્યો છે. આ પ્રસંગે નૂતન વર્ષમાં કોરોના વાયરસમાંથી સોને મુક્તિ મળે તે માટે સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.