દુર્ઘટના:અમદાવાદ ગણેશ મેરિડિયનના 8મા માળે મોડી રાત્રે ભીષણ આગ લાગી, 20થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગણેશ મેરિડિયનના આઠમા માળે આગમાં કોઇ જાનહાનિ થઈ નથી. - Divya Bhaskar
ગણેશ મેરિડિયનના આઠમા માળે આગમાં કોઇ જાનહાનિ થઈ નથી.
  • અગાઉ પણ આ બિલ્ડિંગમાં આગ લાગી હતી

એસજી હાઇવે પર ગુજરાત હાઇકોર્ટ નજીક આવેલી ગણેશ મેરિડિયન બિલ્ડીંગના 8મા માળે આવેલી એક ઓફિસમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના 20થી વધુ ફાયર ફાઇટરો કામે લાગ્યા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાની કે ઇજાના અહેવાલ નથી.

ગણેશ મેરિડિયન બિલ્ડિંગમાં આગ લાગવાની આ સતત ત્રીજી ઘટના છે. આ અગાઉ પણ આ જ બિલ્ડિંગમાં આગ લાગી હતી. હાલના તબક્કે આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનો કામે લાગેલા છે, ત્યારે આગમાં કોઇને જાનહાનિ કે ઇજાના કોઇ અહેવાલ નથી. આગનું કારણ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો છે. આગને કાબૂમાં લેવા પ્રહલાદનગર, મેમનગર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી 20 જેટલાં ફાયર ફાઇટરોને કામે લગાડાયા છે.

અન્ય સમાચારો પણ છે...