તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઓઢવની કઠવાડા GIDCના પ્લોટ 480ના ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ લાગી, 25 જવાનોએ આગ કાબૂમાં લીધી, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફર્નિચરના ગોડાઉનમાં રાખેલી તમામ લાકડાંની શીટ બળીને ખાખ થઈ - Divya Bhaskar
ફર્નિચરના ગોડાઉનમાં રાખેલી તમામ લાકડાંની શીટ બળીને ખાખ થઈ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી કઠવાડા જીઆઇડીસીના પ્લોટ નંબર 480માં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જેમાં 25 જેટલા ફાયર જવાનોની મદદથી ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે.

મહત્વનું છે કે, ફેક્ટરીમાં રહેલી તમામ લાકડાની શીટ બળીને ખાક થઈ ગઈ છે. ફાયરબ્રિગેડના મુજબ કોઈ લીક્વિડ ઇલેક્ટ્રીક બોર્ડની આસપાસ લાગતા આગ લાગી હોય શકે છે. પરંતુ પ્રાથમિક તપાસ બાદ જ બાદ આગ લાગવાનું સાચું કારણ બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસથી તહેવારના કારણે ફેકટરી બંધ હતી તેથી કોઈ જાનહાની કે આસપાસના ગોડાઉનને નુકસાન થયું નથી.