બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી કષ્ભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધૂમથી અભૂતપૂર્વ અને ભવ્યાતિભવ્ય બે દિવસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી હનુમાનજી મહારાજનું પૂજન-અર્ચન-અભિષેક-અન્નકૂટ-આરતી,1000 થીવધુ યજમાનો દ્વારા દાદાનું પંચમુખી સમૂહયજ્ઞ પૂજન, પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા, ભવ્ય લોકડાયરો, દાદાના દરબારમાં, શ્રી હનુમંત મંત્ર એવં બીજમંત્ર અનુષ્ઠાન,વેદ અનુષ્ઠાન મારા દાદાને મારી કેક વિગેરે આકર્ષણ દ્વારા જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં હનુમાન જયંતી નિમીતપંચમુખી હનુમાનજીની હાથી પર ભવ્ય શોભા યાત્રામાં કાઢવામાં આવી હતી. સંતો દ્વારા 251 કિલો ફૂલ અને 25 હજાર કિલો ચોકલેટનો દર્શનાર્થીઓ પર વરસાદ કરાયો હતો.સમગ્ર મંદિર પરિસર રોશનીથી સજાવવામાં આવ્યુ હતું. પટાંગણમાં 108 કિલો અને ભક્તોની કેક કાપી ઉજવણી હતી, ત્યારબાદ પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક અને અન્નકૂટ આરતી બપોરે 11.30 કલાકે કરવામાં આવી હતી
સાંણંદ અને વિરમગામ પંથકમાં હનુમાન જયંતિની ઉજવાઈ
સાણંદમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સાણંદના સર્વોદય સોસાયટી સામે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દાદાને અલૌકિક શણગાર કરાયો હતો. વહેલી સવારેથી જ અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા હનુમાનજી મહારાજના દર્શનાર્થે ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સાણંદ જલારામ મંદિરે પણ બાપા જલારામ સત્સંગ મંડળ દ્વારા રામચરિતમાનસ 8નું આયોજન કરાયું હતું. જેમાં કમીજલા ભાણતીર્થના મહંત મહામંડલેશ્વર 1008 જાનકીદાસબાપુ આશિર્વચન આપ્યા હતાં.
ચૈત્ર સુદ પૂનમ શનિવારના દિવસે વિરમગામ શહેર સહિત સમગ્ર પંથક સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ પોપટ ચોકડી પાસે આવેલા સુપ્રસિધ્ધ પંચમુખી હનુમાનજીના મંદિરે તથા ભોજવા ગામ પાસે આવેલ પૌરાણીક શ્રી શિંગડાથર હનુમાનજી મંદિરે,કોકતા હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. વિરમગામ શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન, પ્રસાદનો લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.