ચોપડા પૂજન:દિવાળી પર કુમકુમ મંદિર ખાતે 6 ફૂટ લંબાઈ 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુમકુમ મંદિરમાં તૈયાર કરાયેલો 6 ફૂટનો ચોપડો - Divya Bhaskar
કુમકુમ મંદિરમાં તૈયાર કરાયેલો 6 ફૂટનો ચોપડો
  • 6 ફૂટના ચોપડામાં આધ્યાત્મિક માર્ગે થતા જમા અને ઉધારની વિગતો મૂકાઈ

આવતીકાલે દિવાળીના પર્વએ ગુરુવારે સવારે 11 થી 12 વાગ્યા સુધી શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અનેક વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાનું પૂજન - તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન કરવામાં આવશે. કુમકુમ મંદિર ખાતે છેલ્લા 31 વર્ષથી ચોપડા પૂજન થાય છે.

આ ચોપડા પૂજન અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 6 ફૂટ લંબાઈ 3 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ ચોપડો તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંદર આધ્યાત્મિક માર્ગે શું જમા થાય છે અને શું ઉધાર થાય તેની વિગત પણ મૂકવામાં આવેલી છે.

31 વર્ષથી કુમકુમ મંદિર ખાતે ચોપડા પૂજન થાય છે
31 વર્ષથી કુમકુમ મંદિર ખાતે ચોપડા પૂજન થાય છે
અન્ય સમાચારો પણ છે...