તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઈન શિક્ષણ ક્યારથી?:સ્કૂલો-કોલેજો શરૂ કરવા ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે, પહેલાં ધો.10-12 અને બાદમાં અન્ય વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરાશેઃ શિક્ષણમંત્રી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઈલ તસવીર - Divya Bhaskar
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઈલ તસવીર
  • GLS યુનિ.માં આયોજિત BBA અભ્યાસક્રમના MOU કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઉપસ્થિત હતા

કોરોનાના કેસ અત્યારે નિયંત્રણમાં છે ત્યારે શાળાઓ અને કોલેજો ફરી ખોલવા મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે, હવે શાળા-કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે. અમદાવાદની GLS યુનિવર્સિટીમાં યુનિવર્સિટી અને ઓટોમોબાઇલ કંપની વચ્ચે આયોજિત BBA અભ્યાસક્રમના MOU કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિવેદન આપ્યું હતું.

પહેલા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલશે
રાજ્યમાં કોરોનાના કેસ અત્યારે ઘટી રહ્યા છે, જેથી હવે સ્કૂલ કોલેજ શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી બતાવી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળા કોલેજો શરૂ કરવા મામલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે. પહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ 9,8,7 અને 6 ધોરણ મુજબ શાળા ખોલવા નિર્ણય લેવાશે. ગત વર્ષની જેમ આ વર્ષએ પણ આ બાબતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

શાળા-કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે
શાળા-કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે

GLS યુનિ.માં આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા
GLS યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું મને ગૌરવ છે. ગુજરાતનો આ પહેલો પ્રસંગ હશે કે ઔદ્યોગીક ગૃહે યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા હોય. આ દિવસ ઇતિહાસમાં લેન્ડ માર્ક સાબિત થશે. આ એમઓયુના પરિણામે ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગોને લાભ થશે. ઉદ્યોગોને જે પ્રકારની સ્કીલ વાળા ગ્રેજ્યુએટ જોઇએ એ પ્રકારના મળી રહેશે.

ધો.11ના વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે
​​​​​​​
તેમણે આગળ કહ્યું, નિષ્ણાંતો માત્ર શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના મેંણા મારે છે. પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થીઓ ધોરણ 11 માં પહોંચી ગયાનું કહે છે. જોકે અમે નિદાન કસોટીથી અમે વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ભાર મુકીશું તેવું તેમને ઉમેર્યું હતું. આ પ્રસંગે તેઓએ વિપક્ષના પણ વખાણ કર્યા હતા. વિરોધ પક્ષ શિક્ષણના તમામ કામમાં સાથ આપે છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.