તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A High Level Meeting Chaired By The Chief Minister Has Started In Gandhinagar For The Advance Planning Of The Third Wave Of Corona In The State.

સરકાર સજાગ બની:કોરોનાની ત્રીજી લહેરના આગોતરા આયોજન માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક શરુ થઈ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ગ્રામીણ વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વિષેશ ભાર મૂકી ગામડા સશક્ત બનાવવા પડશે

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે. ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેઓના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ સહિત ટાસ્કફોર્સના તજજ્ઞો, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો, સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે.

ટાસ્ક ફોર્સમાં આટલા તબીબો જોડાયા છે
રાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની આ ટાસ્ક ફોર્સમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. આર. કે. પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે.

સંક્રમણ માટે જરૂરી રોડમેપ તૈયાર કરશે
આ ઉપરાંત આવતા સોમવારે રાજ્ય સરકારના કોરોના સંક્રમણ સંદર્ભના ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડોક્ટરો સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે મહત્વની ચર્ચાઓ કરશે અને ખાસ રોડમેપ તૈયાર કરશે.

ખાસ કરીને ગ્રામ વિકાસ કમિશ્નર વિજય નેહરાએ ચોંકાવનારા નિવેદન સાથે સ્પષ્ટ સંકેતો આપ્યા હતાં કે, આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધશે. જેના કારણે રાજ્યના ગામડાઓને ખાસ સુરક્ષિત બનાવવા પડશે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વિષેશ ભાર મૂકી ગામડા સશક્ત બનાવવા પડશે.

ઓક્ટોબરમાં ત્રીજી લહેર શરૂ થશે
તાજેતરમાં કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પણ ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. IIT કાનપુરના પ્રોફેસરે પણ સરકારની આ આશંકાને પુષ્ટિ આપી છે. કોરોનાના ડેટા વિશ્લેષણ કરી રહેલા પદ્મશ્રી પ્રો. મણિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે જુલાઈ સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ જશે. તે સારા સમાચાર છે. પરંતુ બીજો દાવો ભયભીત કરનારો છે.

કોરોનાના ડેટા વિશ્લેષણ કર્યા પછી, જાણવા મળ્યું કે ઓક્ટોબરથી ત્રીજી લહેર પણ શરૂ થશે. જો કે, આ અધ્યયનમાં તે જાણી શકાયું નથી કે ત્રીજી લહેર કેટલી મોટી અને ભયાનક હશે. પ્રો. અગ્રવાલે કહ્યું કે કદાચ એવું બની શકે છે કે તે સામાન્ય લહેર જ હોય, પરંતુ તે ઘણી બાબતો પર આધાર રાખે છે. તેથી, આપણે તમામ બાબતે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...