તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્પલાઈન:ડિપ્રેશન, ડર અને તણાવ માટે શરૂ કરવામાં આવી હેલ્પલાઈન

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19ને કારણે દુનિયા જાણે થંભી છે અને લોકોના જીવનમાં આર્થિક, માનસિક મુશ્કેલીઓ આવી રહી છે. તેઓ ડિપ્રેશન અને ડરનો શિકાર બની રહ્યા છે. ઇન્ડિયન સાયકિયાટ્રી સોસાયટીના રીપોર્ટ મુજબ લોકડાઉન બાદ ડિપ્રેશન-ડર 20 ટકા વધ્યાં છે. જેથી લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાયું છે. ત્યારે લોકોને મદદ મળે તે માટે હેલ્પલાઈન શરુ કરાઇ છે.

ચેતન એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશને પરામર્શ હેલ્પ લાઈન શરુ કરી છે જેમાં સોમથી શનિવાર સુધી સવારે 10.30થી સાંજે 6.30 વાગ્યા સુધી ડિપ્રેશન અને ડર સામે લડતાં લોકોને સાંભળી તેમનું કાઉન્સેલિંગ થશે. હેલ્પલાઇન નંબર છે- 844 844 9545.

અન્ય સમાચારો પણ છે...